Home» Education» International Education» Harvard university scholars in awe of mahakumbh

હાર્વર્ડ યુનિ.માં મહાકુંભ અભ્યાસનો વિષય

IANS | January 21, 2013, 12:21 PM IST

ન્યુયોર્ક :

ભારતનો મહાકુંભ મેળો હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસનો વિષય બની ગયો છે. જેમાં આ આયોજનનાં આર્થિક પાસાઓ તથા સંગમ નગરી અલાહાબાદનાં અન્ય ધાર્મિક આયોજનોનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે.

હાર્વર્ડની ફેકલ્ટી ઓફ આર્ટ એન્ડ સાયન્સ, સ્કૂલ ઓફ ડિઝાઈન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, હાર્વર્ડ મેડિકલ સ્કૂલ, હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલ અને હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટનું એક જૂથ અલાહાબાદની મુલાકાત લેશે.

આ સંશોધન જૂથ મહાકુંભનો અલગ અલગ રીતે અભ્યાસ હાથ ધરશે.

દર 12 વર્ષે યોજાતાં મહાકુંભમાં લાખો લોકો એકત્ર થાય છે. હાર્વર્ડે કહ્યું હતું કે કુંભમેળાના કારણે એક અસ્થાયી મોટું નગર વસી જાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો એક મહિના કરતાં પણ વધુ સમય માટે ઉપસ્થિત રહે છે. આ અભ્યાસ કાર્યક્રમને ‘મેપિંગ ઈન્ડિયાઝ કુંભમેલા’ નામ આપવામાં આવ્યું છે.


JD / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %