Home» Business» Commerce Services» Gujarat will host mega industrial exhibition says minister

ગુજરાતના અર્થતંત્રને મળશે ગતિ....

જીજીએન ટીમ દ્વારા | July 15, 2013, 07:14 PM IST

અમદાવાદ : ગુજરાત સરકારે વિદેશના કેટલાક દેશોની જેમ ગુજરાતમાં પણ મોટા પાયે ઔધોગિક પ્રદર્શનો યોજીને રાજ્યના ગતિમાન અર્તતંત્રને વધુ ગતિ આપવાનું નક્કી કર્યું છે. તેની શરૂઆત 1 ઓક્ટોબર 2014થી શરૂ થશે અને તે 31 માર્ચ 2015 સુધી ચાલશે. તે દરમ્યાન જાન્યુ. 2015માં 7મી વાયબ્રન્ટ સમીટ માટે અલગથી પ્રદર્શનો યોજાશે. ઓક્ટોબર 2014થી જે ઔધોગિક પ્રદર્શોનો યોજાવાના છે, તેમાં પ્લાસ્ટીક, પેટ્રોકેમિકલ્સ, ઓટો, સોલાર વગેરેનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને ઉર્જામંત્રી સૌરભ પટેલે આજે એક વાતચીતમાં આ અંગેની માહિતી આપતાં કહ્યું કે વિદેશમાં જર્મની સહિત કેટલાક દેશોના અર્થતંત્રને મેગા ઔધોગિક પ્રદર્શનો(એક્ઝીબીશન) દ્વારા ભારે વેગ મળે છે. ભારતમાં કદાજ સૌ પ્રથમવાર ગુજરાતમાં એક નવતર અભિગમરૂપે સૌથી મોટા ઔધોગિક પ્રદર્શનો યોજાશે. આ પ્રદર્શનો વિદેશની જેમ દિવસો સુધી ચાલશે.

તેમણે વધુમાં કહ્યું કે 12-13-14 જાન્યુઆરી 2015ના રોજ જે વાયબ્રન્ટ ગુજરાત  યોજાશે  તેને આ વખતે સમીટ તરીકે નહીં પણ વાયબ્રન્ટ એક્ઝીબીશનના સ્વરૂપમાં યોજવામાં આવશે. આ 7મી વાયબ્રન્ટ ગુજરાતની તૈયારી માટે રાજ્યના વહિવટ તંત્રમાં વિવિધ સમિતિઓ બની રહી છે. મેગા ઔધોગિક પ્રદર્શનો અંગે તેમણે જણાવ્યું કે વિદેશમાં જર્મનીમાં પ્લાસ્ટીક, પેટ્રોકેમિકલ્સ વગેરે. પર આધારિત મેગા ઔધોગિક પ્રદર્શનો યોજાય ત્યારે તેનાથી ત્યાના અર્થતંત્રને ખૂબ મોટો વેગ મળે છે. ગુજરાતમાં પણ એ પેટર્ન પર 1 ઓક્ટોબર 2014થી આ પ્રકારના મેગા પ્રદર્શનોની શરૂઆત થાય તેમ છે. ગાંધીનગરમાં સે. 17ના હેલીપેડ ખાતેની વિશાળ જગ્યામાં તબક્કાવાર ઔધોગિક પ્રદર્શનોની શરૂઆત થશે. જેમાં પ્લાસ્ટીક ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, રસાયણ ઉદ્યોગ, ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ખેતી આધારિત ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે.

તેમના જણાવ્યાં પ્રમાણે, આ પ્રદર્શનોમાં વિદેશની સંખ્યાબંધ કંપનીઓ પોતાની પ્રોડક્ટ અને મશીનરી સાથે ભાગ લેશે. આ કંપનીઓ તમામ મશીનરી પ્રદર્શનના સ્થળે લગાવશે અને કઈ રીતે કામ કરે છે તેનું વાસ્તવિક નિદર્શન પણ દર્શાવશે. મોટા પાયે લગાવવામાં આવનાર આ મશીનરી ત્યારબાદ ગુજરાત કે અન્ય રાજ્યમાં તેનું વેચાણ થશે. કેમ કે આ મશીનરીને પરત વિદેશ લઈ જવાનું મોંઘુ પડતું હોય છે તેથી તેને સ્થાનિક કક્ષાએ જ વેચાણ માટે ઓફર કરાશે.

મંત્રીએ વધુમાં કહ્યું કે આ પ્રકારના મેગા પ્રદર્શનોમાં વિદેશી ડેલીગેટ મોટી સંખ્યામાં જોવા માટે આવતાં હોય છે. તેથી ગુજરાતમાં આ પ્રદર્શનો જોવા માટે મોટી સંખ્યામાં દેશ-વિદેશના ડેલીગેટ આવશે ત્યારે સ્થાનિક અર્થતંત્રને ભારે વેગ મળશે. હોટેલ-એરપોર્ટ, વેપાર ઉદ્યોગ, વાહન વ્યવહાર, ખાણીપીણી, પ્રવાસન વગેરેને મોટો લાભ મળશે. દરેક ટ્રેડને અમુક દિવસો પ્રદર્શન માટે ફાળવવામાં આવશે. જેથી એક પ્રદર્શન પૂર્ણ થાય ત્યારે બીજા પ્રદર્શનની મશીનરી અને અન્ય સાધન-સામગ્રી માટે પુરતો સમય મળી રહે. ખાસ કરીને પ્લાસ્ટ-ઇન્ડીયા-એક્ઝીબીશન-મશીનરીને ખૂબ સારો આવકાર મળે છે. અને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, નાના એકમકારો તેની મુલાકાત લેતા હોય છે અને પોતાના અનુરૂપ પ્રોડક્ટસની મશીનરી ખરીદવા ઓર્ડર પણ આપતાં હોય છે. તેમણે એમ પણ કહ્યું કે માર્ચ-2015 સુધી શક્ય તેટલા વધુમાં વધુ પ્રદર્શનો યોજાય તે પ્રમાણે સરકાર આગળ વધી રહી છે.

PG/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %