મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા મંદિરના પરિસરમાં યોજાઇ રહેલા વૈશ્વિક કૃષિ સંમેલન (વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ-ર૦૧૩માં અતિ આધુનિક કૃષિ પ્રદર્શન – એગ્રી ટેક એશિયા એકઝીબિશનનું ગરિમાપૂર્ણ ઉદ્દઘાટન કર્યું હતું.
મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં પ્રથમવાર કૃષિ વિષયક આવી સમીટ યોજાઇ છે. દુનિયાના ૧૪ દેશો અને દેશના ર૩ રાજ્યો ભાગીદાર થયા છે. તેમણે આ એગ્રીટેકને ભારતનો સૌથી મોટો ફેર ગણાવ્યો હતો. મુખ્યમંત્રી મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રે પોતાની આગવી પહેચાન બનાવી છે ત્યાં આવી સમીટ દર ત્રણ-ચાર વર્ષે યોજાય છે. આપણો આ પ્રથમ પ્રયાસ છે જે ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે માર્ગદર્શક બનશે અને ભારતના ગ્રામીણ જીવનમાં લાભ પહોંચાડવા ગુજરાત સરકારે જે પ્રયાસ કર્યો છે તે મહત્વનો બની રહેશે.
કૃષિના પરંપરાગત ક્ષેત્રોની ઉત્પાદકતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે “Doing by Seeing” સિદ્ધાંત મુજબ રાજ્યના ખેડૂતોને ઘરઆંગણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કૃષિ ક્ષેત્રે થયેલી શોધો અને તકનીકો, નવી કૃષિ મશીનરીનું માર્ગદર્શન, બિયારણથી માંડીને બજાર સુધીની દેશી-વિદેશી ટેકનોલોજીની માહિતી એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુસર મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્લોબલ એગ્રી સમીટ કમ એકઝીબીશન તા. ૯મીએ બપોરે ર.૦૦ થી ૬.૦૦ કલાક દરમિયાન અને તા. ૧૦, ૧૧ અને ૧રના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી પ્રદર્શન જાહેર જનતાને નિહાળવા અર્થે ખુલ્લું રહેશે.
દેશભરમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ગુજરાતની કૃષિને વૈશ્વિક નકશા પર મુકીને કૃષિકારોને આવા પ્રદર્શનો દ્વારા ખેતી પહેલાંની અને ખેતી બાદની તમામ માહિતી એક જ સાથે, એક જ સ્થળેથી મળી રહે તેની ચિંતા સેવીને આ પ્રદર્શનનું આયોજન થયું છે.
આ પ્રદર્શનમાં ભારત અને વિદેશની રપ૦ જેટલી કંપનીઓએ ભાગ લીધો છે. ૧પ હજાર ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા અને ૩ ખાસ એકઝીબીશન હોલમાં યોજાયેલા આ પ્રદર્શનની મુલાકાત અંદાજિત બે લાખથી પણ વધુ મુલાકાતીઓ લે તેવી શકયતાઓ છે, પરિણામે આ પ્રદર્શન એશિયાનું અગ્રણી એકઝીબીશન બની રહેશે.
એગ્રી ટેક એશિયા-ર૦૧૩માં કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓના નિદર્શન સાથે કૃષિ ક્ષેત્રના જુદા જુદા રપ જેટલાં સેકટરો આવરી લેવામાં આવ્યાં છે. ખેતી પહેલાં સિંચાઇ અને ટેકનોલોજી, ગ્રીનહાઉસ પ્લાસ્ટીકલ્ચર, કૃષિ ઉઘોગો, ડેરી ટેકનોલોજી લાઇવ સ્ટોક ફેબ્રીકેશન, પશુપાલન, ખાતર, સરકારી એસોસિયેશન, બિયારણ કંપની કોઇર પ્રોડકટ, એગ્રો કેમિકલ્સ, ટ્રેકટર અને તેના પાર્ટસ ઉત્પાદકો, ફુડ ટેકનોલોજી, ટાયર, પેકેજિંગ, પમ્પસ, પરંપરાગત ઉર્જા વાયર ટેકનોલોજી, કૃષિ વપરાશી વસ્તુઓ, કૃષિ મેગેઝીન-અખબારો અને વેબ પોર્ટલ ક્ષેત્રની ટોચની કંપનીઓએ ભાગ લીધો છે.
એગ્રીટેક એશિયા-ર૦૧૩માં પશુપાલન અને ડેરી ફાર્મ ઉઘોગ અંગે ખેડૂતોને જાણકારી મળે તે હેતુથી ખાસ સેકશન ઉભું કરવામાં આવ્યું છે. ખેડૂતો અત્યાંધુનિક કૃષિજ્ઞાન દ્વારા વધુ કમાણી કરી શકે, રોજગારીનું નવું સાધન ઉભું થાય તેની માહિતી ઉપરાંત વધુ પાક ઓછી જમીનમાં કેવી રીતે લેવાય, પાક ઉગ્યા બાદ તેનો બગાડ કેવી રીતે ઓછો થાય તેની આધુનિક ટેકનોલોજી સાથેની જાણકારી ખેડૂતોને માટે ઉપલબ્ધ કરાઇ છે.
આ પ્રદશર્નના આયોજનમાં ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન, નેશનલ સીડ એસોસિયેશન ઓફ ઇન્ડીયા, ઇરીગેશન એસોસિયેશન ઓફ ઇન્ડીયા, ગુજરાત એગ્રીકલ્ચરલ મશીનરી મેન્યુફેકચર્સ એસોસિયેશન, નેશનલ એસોસિયેશન ઓફ વેલ્ફેર ઓફ એનીમલ અને રીસર્ચનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
DP
Home» Development» Rural Development» Narendra modi inaugurates global agro exhibition at gandhinagar
ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ-ર૦૧૩નો પ્રારંભ
ગાંધીનગર :
Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: