ગુજરાતના અર્થતંત્રને મળશે ગતિ....
અમદાવાદ : ગુજરાત સરકારે વિદેશના કેટલાક દેશોની જેમ ગુજરાતમાં પણ મોટા પાયે ઔધોગિક પ્રદર્શનો યોજીને રાજ્યના ગતિમાન અર્તતંત્રને વધુ ગતિ આપવાનું નક્કી કર્યું છે. તેની શરૂઆત 1 ઓક્ટોબર 2014થી શરૂ થશે અને તે 31 માર્ચ 2015 સુધી ચાલશે. તે દરમ્યાન જાન્યુ. 2015માં 7મી વાયબ્રન્ટ સમીટ માટે અલગથી પ્રદર્શનો યોજાશે. ઓક્ટોબર 2014થી જે ઔધોગિક પ્રદર્શોનો યોજાવાના છે, તેમાં પ્લાસ્ટીક, પેટ્રોકેમિકલ્સ, ઓટો, સોલાર વગેરેનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને ઉર્જામંત્રી સૌરભ પટેલે આજે એક વાતચીતમાં આ અંગેની માહિતી આપતાં કહ્યું કે વિદેશમાં જર્મની સહિત કેટલાક દેશોના અર્થતંત્રને મેગા ઔધોગિક પ્રદર્શનો(એક્ઝીબીશન) દ્વારા ભારે વેગ મળે છે. ભારતમાં કદાજ સૌ પ્રથમવાર ગુજરાતમાં એક નવતર અભિગમરૂપે સૌથી મોટા ઔધોગિક પ્રદર્શનો યોજાશે. આ પ્રદર્શનો વિદેશની જેમ દિવસો સુધી ચાલશે.
તેમણે વધુમાં કહ્યું કે 12-13-14 જાન્યુઆરી 2015ના રોજ જે વાયબ્રન્ટ ગુજરાત યોજાશે તેને આ વખતે સમીટ તરીકે નહીં પણ વાયબ્રન્ટ એક્ઝીબીશનના સ્વરૂપમાં યોજવામાં આવશે. આ 7મી વાયબ્રન્ટ ગુજરાતની તૈયારી માટે રાજ્યના વહિવટ તંત્રમાં વિવિધ સમિતિઓ બની રહી છે. મેગા ઔધોગિક પ્રદર્શનો અંગે તેમણે જણાવ્યું કે વિદેશમાં જર્મનીમાં પ્લાસ્ટીક, પેટ્રોકેમિકલ્સ વગેરે. પર આધારિત મેગા ઔધોગિક પ્રદર્શનો યોજાય ત્યારે તેનાથી ત્યાના અર્થતંત્રને ખૂબ મોટો વેગ મળે છે. ગુજરાતમાં પણ એ પેટર્ન પર 1 ઓક્ટોબર 2014થી આ પ્રકારના મેગા પ્રદર્શનોની શરૂઆત થાય તેમ છે. ગાંધીનગરમાં સે. 17ના હેલીપેડ ખાતેની વિશાળ જગ્યામાં તબક્કાવાર ઔધોગિક પ્રદર્શનોની શરૂઆત થશે. જેમાં પ્લાસ્ટીક ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, રસાયણ ઉદ્યોગ, ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ખેતી આધારિત ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે.
તેમના જણાવ્યાં પ્રમાણે, આ પ્રદર્શનોમાં વિદેશની સંખ્યાબંધ કંપનીઓ પોતાની પ્રોડક્ટ અને મશીનરી સાથે ભાગ લેશે. આ કંપનીઓ તમામ મશીનરી પ્રદર્શનના સ્થળે લગાવશે અને કઈ રીતે કામ કરે છે તેનું વાસ્તવિક નિદર્શન પણ દર્શાવશે. મોટા પાયે લગાવવામાં આવનાર આ મશીનરી ત્યારબાદ ગુજરાત કે અન્ય રાજ્યમાં તેનું વેચાણ થશે. કેમ કે આ મશીનરીને પરત વિદેશ લઈ જવાનું મોંઘુ પડતું હોય છે તેથી તેને સ્થાનિક કક્ષાએ જ વેચાણ માટે ઓફર કરાશે.
મંત્રીએ વધુમાં કહ્યું કે આ પ્રકારના મેગા પ્રદર્શનોમાં વિદેશી ડેલીગેટ મોટી સંખ્યામાં જોવા માટે આવતાં હોય છે. તેથી ગુજરાતમાં આ પ્રદર્શનો જોવા માટે મોટી સંખ્યામાં દેશ-વિદેશના ડેલીગેટ આવશે ત્યારે સ્થાનિક અર્થતંત્રને ભારે વેગ મળશે. હોટેલ-એરપોર્ટ, વેપાર ઉદ્યોગ, વાહન વ્યવહાર, ખાણીપીણી, પ્રવાસન વગેરેને મોટો લાભ મળશે. દરેક ટ્રેડને અમુક દિવસો પ્રદર્શન માટે ફાળવવામાં આવશે. જેથી એક પ્રદર્શન પૂર્ણ થાય ત્યારે બીજા પ્રદર્શનની મશીનરી અને અન્ય સાધન-સામગ્રી માટે પુરતો સમય મળી રહે. ખાસ કરીને પ્લાસ્ટ-ઇન્ડીયા-એક્ઝીબીશન-મશીનરીને ખૂબ સારો આવકાર મળે છે. અને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, નાના એકમકારો તેની મુલાકાત લેતા હોય છે અને પોતાના અનુરૂપ પ્રોડક્ટસની મશીનરી ખરીદવા ઓર્ડર પણ આપતાં હોય છે. તેમણે એમ પણ કહ્યું કે માર્ચ-2015 સુધી શક્ય તેટલા વધુમાં વધુ પ્રદર્શનો યોજાય તે પ્રમાણે સરકાર આગળ વધી રહી છે.
PG/DT

GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: