સામગ્રી
|
|
8 સ્લાઇઝ | બ્રેડ (બ્રાઉન બ્રેડ લેવી વધારે યોગ્ય છે.) |
4 સ્લાઇઝ | પનીર |
1 | કાકડી ગોળ સમારેલી |
1 | ડુંગળી ગોળ સમારેલી |
1 | બીટ ગોળ સમારેલું |
1 | કેપ્કિસમ ગોળ સમારેલાં અથવા તો ઝીણી છીણ કરવી |
મીઠું સ્વાદ મુજબ | |
1 ટે.સ્પૂન | ચાટ મસાલો |
1 કપ | કોથમીર ફુદીનાની ચટણી |
ટોમેટો કેચપ અથવા સોસ જરૂર મુજબ |
રીત :
![]() |
બ્રેડની બે સ્લાઇઝ લઇને તેની પર માખણ લગાવો ત્યાર બાદ લીલી ચટણી પાથરો. |
![]() |
ત્યાર બાદ બ્રેડની સ્લાઇઝ પર ટામેટાં, કાકડી, બીટ અને ડુંગળીની રિંગ મૂકો, તેની પર ચાટ મસાલો તથા મીઠું ભભરાવો. ત્યાર બાદ તેની ઉપર કેપ્સિકમની છીણ ભભરાવો અને તેની ઉપર પનીર છીણીને પાથરી દેવું. |
![]() |
હવે બીજી સ્લાઇઝ પર બટર તથા લીલી ચટણી લગાવવી અને કેચપ પણ પાથરવો. આ સ્લાઇઝને સાચવીને મૂકીને હળવેથી સહેજ દબાવવી. |
![]() |
હવે સેન્ડવિચને ગ્રીલ કરવા મૂકવી. બંને તરફ બ્રાઉન રંગની થઈ જાય અને ગ્રિલના શેઇપ પડી જાય એટલે ગ્રીલ ન્યુટ્રિશ સેન્ડવિચ કેચપ અથવા ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવી. |
નોંધ : ડાયટ કરનારા પનીર ન વાપરે અને હંમેશાં બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરે તે યોગ્ય રહેશે.
MP / YS
Reader's Feedback: