Home» Gujarat» Other» Garba celebration in sheri

ચરોતર પંથકમાં જામ્યો શેરી ગરબાનો રંગ

જીજીએન ટીમ દ્વારા | October 07, 2013, 02:01 PM IST

ખેડા : મેઘરાજા જાણે નવરાત્રિથી ખેલૈયાઓને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તેમ રમત રમી રહ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે સાંજના સમયે પડેલા વરસાદે અનેક ખેલૈયાઓને પોતાની શેરીઓમાં જ ઓછા શણગારે ગરબા રમીને મન મનાવ્યાં પરંતુ બીજા દિવસે સવારથી પ્રકાશે પોતાનું તેજ પાથરી દીધું હતું. લાગી રહ્યું હતું કે હવે મેઘરાજા ફરી આવશે નહીં.

પરંતુ બીજા દિવસે વડોદરા જેવા શહેરોમાં સાંજના પાંચ વાગ્યે અને ચરોતર પંથકમાં રાત્રિએ અલગ અલગ સમયે વરસાદ પડ્યો. આ છૂટાછવાયા વરસાદથી અનેક વિસ્તારોમાં ગરબા બંધ કરવાની ફરજ પડી હતી. તો ઉમરેઠ જેવા નાના-મોટા શહેરોમાં ખેલૈયાઓ વરસાદમાં મન મૂકીને ઝૂમ્યાં હતાં.

ખેલૈયાઓના મતે નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં વરસાદ વિધ્ન સમાન સાબિત થાય છે. પરંતુ આશા છેકે નવરાત્રિના અંતિમ દિવસોમાં મેઘરાજા શાંત થાય  તેવા માં અંબાને પ્રાર્થના છે. અને જરૂર અંતિમ દિવસોમાં નવરાત્રિની સંપૂર્ણ મજા મળશે તેવી આશા છે.

જોકે વર્તમાન સમયમાં શેરી ગરબાઓની મજા લોકો લઈ રહ્યાં છે. એક દાયકામાં શેરી ગરબા પોતાની ચમક ગુમાવી બેઠો હતો. ચરોતર પંથકના આણંદ અને નડિયાદ જેવા શહેરોમાં પાર્ટી પ્લોટમાં ઠેર ઠેર નવરાત્રિનું આયોજન શરૂ થઈ ગયું છે. જેની અસરથી સોસાયટી અને શહેરની ગલીઓમાં થતા ગરબામાં ખેલૈયાઓની પાંખી હાજરી થઈ ગઈ હતી. જેથી શેરી ગરબાઓમાં માં અંબાની આરતી કરીને મન મનાવામાં આવ્યું હતું.

પરંતુ આ વખતે શેરી ગરબામાં જ સાચા અર્થમાં નવરાત્રિ જોવા મળી રહી છે.આ વખતે રાત્રિ દરમ્યાન ગમે ત્યારે વરસાદ પડે જેથી યુવતીઓ અને યવકો ઓછા શણગારે શેરીઓમાં જ ગરબા રમી રહ્યાં છે.

દર વખતે પાર્ટી પ્લોટમાં ગરબા રમાવાના પાસની અછત્ત સર્જાય છે. પરંતુ આ વખતે આરામથી મળી રહ્યાં છે. જેનાથી અનુમાન લગાવી શકાય કે આ વખતે લોકો શેરીઓ તરફ વળ્યાં છે. જે આયોજકોએ વરસાદી પરિસ્થિતિને સમજીને યોગ્ય આયોજન કર્યું છે તેને કોઈ અસર થઈ નથી.

વર્તમાન સમયમાં અનેક લોકો માને છેકે શેરી ગરબા પરિવાર અને પડોશીઓમાં એક્તા લાવવા માટે શેરી ગરબા ઉત્તમ છે. અને આધુનિક્તાના જોરે શેરી ગરબા બંધ થાય તે યોગ્ય નથી. પરંતુ આ વખતે જાણે માં અંબા ઈચ્છી રહ્યાં હોય કે લોકો શેરી ગરબાની મજા લે તેમ મેઘરાજા ખરા સમયે જ વરસીને પાર્ટી પ્લોટની રંગ બગાડી રહ્યો છે.

RP/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %