Home» Social Media » Net-Surfing» Gamil users get new features

જીમેલ યૂઝર્સને નવું ઓપ્શન મળ્યું

એજન્સી | April 16, 2014, 05:27 PM IST

નવી દિલ્હી :
જીમેલ એકાઉન્ટ ધારકો માટે એક ખુશખબર છે.ગૂગલની ઈમેલ સેવી જીમેલમાં હવે એક નવા ફીચરનો ઉમેરો થયો છે. જીમેલે ઈન્સર્ટ ફોટો નામનું એક નવું ફીચર ઉમેર્યું છે. આ ફીચર ઉમેરાવાથી હવે યૂઝર લિંક અને ડ્રાઈવની સાથે ફોટો ઈન્સર્ટ કરવાનું નવું ઓપ્શન પણ જોવા મળશે.
 
જીમેલના કંપોઝીંગ મેલમાં ટેક્સ્ટ બોડીની નીચે ઈન્સર્ટ ડ્રાઈવ તથા ઈન્સર્ટ લિંકની વચ્ચે ઈન્સર્ટ ફોટો જેવા ફીચર એડ કરવામાં આવ્યા છે. જેના પર કર્સર લાવવાથી લાલ રંગથી લખેલા ન્યુ પર ક્લિક કરતાં જ ગૂગલ એકાઉન્ટના બેકઅપમાં રહેલી તમામ તસવીરો એડ થઈ જશે.
 
ફોટો ઈન્સર્ટ કરવાની સાથોસાથ તમે ટેકસ્ટ પણ મોકલી શકો છે. આ પહેલા ફોટાને અલગથી એટેચ કરવો પડતો હતો, પરંતુ જીમેલમાં હવે ઈન્સર્ટ ફોટોનું ઓપ્શન આવવાથી ફોટો મેલ કરવાનું ખૂબ જ સરળ બની ગયું છે. આ ફીચર સાથે સંકળાયેલા રહેવાથી યૂઝર ફોટોને કેપ્શન સાથે પણ મેલ કરી શકે છે. ઉપરાંત ગૂગલ પ્લસ પર તસવીર શેર કરવાનું ખૂબ જ સરળ બની ગયું છે.
 
ઈન્સર્ટ ફોટોની મદદથી મોબાઈલ કે ડેસ્કટોપમાં સેવ તસવીરોને સરળતાથી મેલ કરી શકતા હતા ઉપરાંત ઓટો બેકએપ ફોટો ઈન્સર્ટ તમારો ઘણોખરો સમય પણ બચાવે છે. જીમેલના સત્તાવાર બ્લોગ પર ઈન્સર્ટ ફોટો ફીચર અંગે જાણકારી આપવામાં આવી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %