Home» Youth» Best on Web» Gmails new features leaked in screenshots

ટૂંક સમયમાં Gmailમાં નવા ફીચર્સ ઉમેરાશે

એજન્સી | April 05, 2014, 01:03 PM IST

નવી દિલ્હી :
ગૂગલની ઇમેલ સર્વિસ જીમેલને લોન્ચ થયાને હજુ એક દાયકો થયો છે ત્યાં તે દુનિયાનું સર્વ શ્રેષ્ઠ ઈમેલ સેવા પૂરી પાડતી વિના મૂલ્યની અમૂલ્યા સેવા છે સાબિત થઈ ગઈ છે. પોતાના ગ્રાહકોની સેવામાં હંમશા તત્પર રહેલી ગૂગલ સમયાંતરે તેની ઈમેલ સર્વિસ જીમેલમાં થોડો ફેરફાર કરતી રહી છે. હવે જીમેલમાં અનેક નવા ફીચર્સ ઉમેરાવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ જીમેલના 10 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. Geek.com પર આપવામાં આવેલા સ્ક્રીનશોટ્સ પ્રમાણે ગૂગલમાં નવા મેલ ફીચરનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ ફીચર મોબાઈલ યૂઝર એક્સપીરિયંસને વધુ સુંદર બનાવશે.
 
સ્ક્રીનશોટ્સ પ્રમાણે જીમેલના મોબાઈલ એપમાં નવા ટેબ, પિન તથા સ્નૂઝ કરવા જેવા અનેક ફીચર્સ છે. આ ફીચર જીમેલ વેબસાઈટ પર આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ જીમેલમાં પ્રાઈમરી, સોશિયલ, પ્રમોશન્સ, ફોરમ્સ અને અપડેટ એમ 5 પ્રકારના ટેબ છે. સ્ક્રીન શોટ પ્રમાણે અપડેટમાં ટ્રાવેલ, પરચેઝ અને ફાઈનાન્સ ટેબ ઉમેરવામાં આવશે. જે ઈનબોક્સમાં મેલ્સને અલગ દેખાડીને સુંદર દેખાવ આપશે.
 
જીમેલ સ્ટાર ફીચરની જગ્યાએ પિન કરવાની સુવિધા આપશે તેવું માનવામાં આવી રહ્યું છે. પિન્ડ ઈમેલ ઈનબોક્સમાં સૌથી ઉપર દેખાતા રહેશે, જેનાથી યૂઝર ત્યાં સુધી સરળતાથી પહોંચી શકશે અને આ માટે તેણે સર્ચ નહીં કરવું પડે. જીમેલ મોબાઈલ એપ ઉપર એક સ્વિચ આપવામાં આવશે, જેને ઓન કરીને પણ તમામ પિન્ડ ઈમેલ ઉપર દેખાવા લાગશે, જ્યારે ઓફ કરતાં ઇમેલ ક્રમમાં જોવા મળશે.
 
જીમેલમાં સ્નૂજિંગ ઈમેલ ફીચર મળવાની પણ આશા છે. તેનાથી તમે કોઈ મેલને એક સમય નક્કી કરીને રીડ માર્ક કરી શકો છે. તે સમય પસાર થઈ ગયા બાદ ઈમેલ ઈનબોક્સમાંથી સૌથી ઉપર અનરીડ મેલમાં જોવા મળશે. જેનાથી તમે કોઈ ઈમેલની બાદમાં જરૂરિયાત પડવાની હોય ત્યારે ટાળી શકો છો.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %