Home» Women» Cooking» Full of nutrition bajri khichdi

બાજરીની પૌષ્ટિક ખીચડી

જીજીએન ટીમ દ્વારા | November 19, 2012, 10:23 AM IST

અમદાવાદ :
સામગ્રી
2 કપ બાજરી આખી રાત પલાળી રાખેલી
½ કપ મગદાળ પલાળેલી
3 ટે.સ્પૂન તેલ
1 ટી.સ્પૂન જીરું
2 મધ્યમ આકારની ડુંગળી ઝીણી સમારેલી
3 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
1 1 ગાજર ઝીણું સમારેલું
1 ટી.સ્પૂન લાલ મરચું
અડધી ટી.સ્પૂન હળદર પાઉડર
1 બટાકો ઝીણો સમારેલો
અડધો કપ લીલા વટાણા
15-20 ફણસી ઝીણી સમારેલી
મીઠું સ્વાદ પ્રમાણે


રીત :
 

આખી રાત પલાળેલી બાજરીમાંથી પાણી નિતારી લેવું. ત્યાર બાદ પ્રેશર કૂકરમાં 2 ચમચી તેલ મૂકીને તેલ ગરમ થવા દેવું.
કૂકરમાં હીંગ, સમારેલી ડુંગળી, મગની દાળ, ગાજર, વટાણા,ફણસી, ચપટીક હળદર, લાલ મરચું તથા થોડું મીઠું નાખીને થોડી વાર સાંતળવું.
પૂરતા પ્રમાણમાં ઓછામાં ઓછું છ કપ પાણી નાંખીને તેમાં પલાળેલી બાજરી નાંખીને હલાવી લેવું.
કૂકર બંધ કરીને ઓછામાં ઓછી 4-5 સિટી બોલાવવી.  ત્યાર બાદ પાંચેક મિનિટ ગેસ ધીમો કરીને પછી બંધ કરી દેવો.
કૂકર ઠંડું પડે એટલે કોથમીર ભભરાવીને બાજરીની ખીચડી સર્વ કરવી.



નોંધ : બાજરી ગરમ હોવાથી તેની સ્વાદિષ્ટ ખીચડી શિયાળામાં ગરમાવો આપે છે. જે લોકોને બાજરીના રોટલા નથી ભાવતા તેઓ આ રીતે બાજરીનું સેવન કરી શકે છે.



MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %