સામગ્રી
|
|
2 કપ | બાજરી આખી રાત પલાળી રાખેલી |
½ કપ | મગદાળ પલાળેલી |
3 ટે.સ્પૂન | તેલ |
1 ટી.સ્પૂન | જીરું |
2 | મધ્યમ આકારની ડુંગળી ઝીણી સમારેલી |
3 | લીલાં મરચાં ઝીણાં સમારેલાં |
1 | 1 ગાજર ઝીણું સમારેલું |
1 ટી.સ્પૂન | લાલ મરચું |
અડધી ટી.સ્પૂન | હળદર પાઉડર |
1 | બટાકો ઝીણો સમારેલો |
અડધો કપ | લીલા વટાણા |
15-20 | ફણસી ઝીણી સમારેલી |
મીઠું સ્વાદ પ્રમાણે |
રીત :
![]() |
આખી રાત પલાળેલી બાજરીમાંથી પાણી નિતારી લેવું. ત્યાર બાદ પ્રેશર કૂકરમાં 2 ચમચી તેલ મૂકીને તેલ ગરમ થવા દેવું. |
![]() |
કૂકરમાં હીંગ, સમારેલી ડુંગળી, મગની દાળ, ગાજર, વટાણા,ફણસી, ચપટીક હળદર, લાલ મરચું તથા થોડું મીઠું નાખીને થોડી વાર સાંતળવું. |
![]() |
પૂરતા પ્રમાણમાં ઓછામાં ઓછું છ કપ પાણી નાંખીને તેમાં પલાળેલી બાજરી નાંખીને હલાવી લેવું. |
![]() |
કૂકર બંધ કરીને ઓછામાં ઓછી 4-5 સિટી બોલાવવી. ત્યાર બાદ પાંચેક મિનિટ ગેસ ધીમો કરીને પછી બંધ કરી દેવો. |
![]() |
કૂકર ઠંડું પડે એટલે કોથમીર ભભરાવીને બાજરીની ખીચડી સર્વ કરવી. |
નોંધ : બાજરી ગરમ હોવાથી તેની સ્વાદિષ્ટ ખીચડી શિયાળામાં ગરમાવો આપે છે. જે લોકોને બાજરીના રોટલા નથી ભાવતા તેઓ આ રીતે બાજરીનું સેવન કરી શકે છે.
MP / YS
Reader's Feedback: