Home» Crime - Disaster» Accident» Four iit delhi students killed in accident in jaisalmer

નોકરી મળવાની ખુશીની ઉજવણી અને છવાઈ ગમગીની

એજન્સી | March 31, 2014, 11:16 AM IST

જોધપુર :

રાજસ્થાનમાં આઈઆઈટી દિલ્હીના છ વિધાર્થીઓને રોડ અકસ્માત થવા પામ્યો છે. જેમાંથી ચાર વિધાર્થીઓના મોત નિપજ્યાં છે. આ વિધાર્થીઓ પ્લેસમેન્ટ થતાં પાર્ટી કરવા માટે રાજસ્થાન ગયા હતા.


પોલીસે જણાવ્યા અનુસાર, આઈઆઈટી દિલ્હીના વિધાર્થીઓ ઈનોવા ગાડીમાં સવાર હતાં. 6 વિધાર્થીઓમાંથી 2 ઈજાગ્રસ્ત છે. પોલીસે કહ્યું કે જયપુરથી 500 કિલોમીટર દૂર જેસલમેર પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં 4 વિધાર્થીઓના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત વિધાર્થીઓની સારવાર જોધપુર એમડીએમ હોસ્પિટલમાં ચાલી રહી છે.


મૃતક વિધાર્થીઓના નામ પલ્લવ અગ્રવાલ ( છત્તીસગઢ ), અર્ચના મંડલ (બિહાર), દીક્ષા ગૌતમ ( દિલ્હી ) અને મયંક ગોયલ ( દિલ્હી ) છે.
 

પોલિસ નિરીક્ષક જેઠા રામે કહ્યું કે ટ્રાવેલ એન્જસીની ઈનોવા કારમાં આ 6 વિધાર્થીઓ રાજસ્થાન જઈ રહ્યાં હતાં. ટાયર ફાટવાથી ડ્રાઈવર ગાડીને સંભાળી ન શક્યો.


RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %