ફોર્બ્સ પત્રિકા એ સૌથી પ્રતિભાવાન યુવા સિતારાઓની વાર્ષિક યાદીમાં ભારતીય મૂળના 20થી વધારે યુવક-યુવતીઓનો સમાવેશ કર્યો છે. પત્રિકાએ આર્થિક, મીડિયા, ખેલ અને શિક્ષણ જેવા અલગ અલગ ક્ષેત્રમાંથી 30 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી યુવા પ્રતિભાઓનો સમાવેશ કર્યો છે. અને તેમને દુનિયામાં પોતાની ઢંગથી સકારાત્મક પરિવર્તન લાવનારા ગણાવ્યાં છે.
આ પત્રિકામાં 450 યુવા જગતની પ્રતિભાઓનો સમાવેશ થયો છે. જેમાં ભારતીય મૂળનાં 23 યુવક યુવતીઓનો સમાવેશ થયો છે.
આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા જે યુવાનો છે તેમાં ગણેશ બેતનભટલા, ઋષભ દોષી, ચૈતન્ય મહેરા, નીલ મહેતા, સાહિલ લૈવિજિયાનો સમાવેશ થયો છે.
સામાજિક સંગઠન અને સમાજ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલ કરણ ચોપડા, કૃષ્ણ રાજકુમાર, અજયિતા શાહ, કવિતા શુક્લાનો સમાવેશ થયો છે.
રમત જગત ક્ષેત્ર સાથે સંકળાયેલ મેઘા પારેખ આ ઉપરાંત અન્ય ક્ષેત્રમાંથી અમીર રાવ, દિવ્યા નાગ, રઘુ ચુવુકુલા, સુરભી સરના, સૈમ ચૌધરી, દાસગુપ્તા, પ્રણવ યાદવ, ઈશા ખરે, અદિતિ મલ્હોતા જેવા પ્રતિભાવાન યુવક-યુવતીઓનો સમાવેશ થયો છે.
RP
Reader's Feedback: