રાજકોટ શહેરની વસ્તી વધતા જ નવા રહેણાંકો બનાવવા માટે પણ અનેકવિધ નવી સ્કીમો બિલ્ડરો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સસ્તા દરે અને હપ્તા સિસ્ટમથી નવા આવાસો બનાવવાના બહાને બિલ્ડરો ગરીબ લોકો સાથે છેતરપીંડી કરી કરોડોનું ફૂલેકું ફેરવી ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે ત્યારે વસુંધરા ડેવલોપર્સ નામે બે વ્યક્તિઓએ હપ્તે ફ્લેટ્સ અપાવી દેવાની સ્કીમ અંતર્ગત અંદાજે દોઢ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી ઓફિસને તાળા મારીને રફુચક્કર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મોહનભાઈ આસોદરિયા સહીત બે વ્યક્તિઓએ વસુંધરા રેસીડેન્સી નામે ફ્લેટ્સ બનાવવાનો વ્યવસાય કરતા રમેશ કપુરિયા અને મગન કપુરિયા બંને શખ્શો અંદાજે 20 થી 25 જેટલા લોકોના નાણાં ઉઘરાવીને ફરાર થઇ જતા ગરીબ પરિવારો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે હપ્તા સિસ્ટમથી થોડા થોડા નાણા ભરીને ઘર નું ઘર અપાવવાની સ્કીમમાં આ પરિવારોએ પોતાની મરણ મૂડી રોકી હતી જેનો આ બિલ્ડરોએ ફાયદો ઉઠાવીને કૌભાંડ આચરીને અત્યારે એક કરોડ 48 લાખ રૂપિયાનું ફૂલેકું ફેરવી ફરાર થઇ ગયા છે.
દોઢ કરોડ જેટલી રકમનું ફૂલેકું ફેરવી આરોપીઓ વસુંધરા રેસીડેન્સી નામની ઓફિસને તાળા લટકાળી ફરાર થઇ ગયા છે હાલ માલવિયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે આ અંગે વિધિવત છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બંને આરોપીઓ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
JJ/RP
Reader's Feedback: