
ફેશન ક્ષેત્રે આગવી સીધી હાંસલ કરતા રાજકોટ શહેરમાં આજે ગુજરાતની યુવતીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક ખાનગી કંપની દ્વારા ફેશન શો યોજાયો હતો. જેમાં અનેક યુવતીઓએ રેમ્પવોક કરીને પોતાની કલાના કામણ પાથર્યા હતા. આ ફેશન શો નિહાળવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ આ ફેશન શોમાં રેમ્પ વોક કરતી યુવતીઓને નિહાળવા કરતા અન્ય ત્રણ યુવતીઓને નિહાળવા માટે વધુ લોકો આતુર બન્યા હતા.
હિન્દી ફિલ્મ ક્ષેત્રે કામ કરીને હજારો યુવા હૈયાઓના દિલોની ધડકન એવી ત્રણ ટોપની અભિનેત્રીઓ અમીષા પટેલ , ઝરીન ખાન અને એલીવીન શર્મા રાજકોટની મહેમાન બની હતી. અને આ ફેશન શોમાં પણ આ ત્રણેય અભિનેત્રીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ત્રણેય અભિનેત્રીઓની એક ઝલક નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્રણેય અભિનેત્રીઓએ રાજકોટની ગુજરાતી યુવતીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુંઅને રાજકોટમાં આવીને આનંદ થયો છે તેવું રાજકોટવાસીઓને ગુજરાતીમાં જણાવ્યું હતું.
રાજકોટ શહેરના કાલાવડ રોડ ખાતે યોજાયેલ આ ફેશન શોમાં ઝળહળતી રોશની વચ્ચે ગુજરાતી યુવતીઓએ રેમ્પ વોક કર્યું હતું અને ત્રણેય અભિનેત્રીઓએ ગુજરાતી યુવતીઓને રેમ્પ વોક કરતી નિહાળી રાજકોટ પણ ફેશન ક્ષેત્રે આગેકુચ કરી રહ્યું હોય તે જાણીને ખુશી વ્યક્ત કરી હતી.
JJ/RP
Reader's Feedback: