Home» Women» Cooking» Farali kadhai paneer for navratri

ફરાળી કઢાઇ પનીર

જીજીએન ટીમ દ્વારા | October 19, 2012, 02:22 PM IST

અમદાવાદ :
સામગ્રી
250 ગ્રામ પનીર
200 ગ્રામ ટામેટાંની ગ્રેવી
4 લવિંગ
1 તમાલપત્ર
2-3 ઇલાયચી (મરજિયાત)
3-4 મરી
2 ટામેટાં
3 લીલાં મરચાં
1.ટી સ્પૂન જીરું
1 ચમચી ઘી
સિંધવ મીઠું


રીત :
 

પનીરના નાના ચોરસ ટુકડા કરી લેવા. ટામેટાંને પણ ઝીણાં સમારી લેવાં.
લીલાં મરચાંને વચ્ચેથી કાપવાં.
હવે પેન ગરમ કરીને તેમાં તમાલપત્ર, મરી, ઇલાયચી, જીરું વગેરે શેકી લેવા. આ મસાલો શેકાઈ જાય એટલે ઠંડો થવા દેવો.
મસાલો ઠંડો થઈ જાય એટલે મિક્સરમાં અધકચરો ક્રશ કરી લેવો.
મસાલો તૈયાર થઈ ગયા બાદ એક પેનમાં ઘી મૂકીને તેને ગરમ થવા દો, ત્યાર બાદ તેમાં આદુંની પેસ્ટ નાંખીને સાંતળો અને ત્યાર બાદ તેમાં ટામેટાંની ગ્રેવીને સાંતળી લેવી.
ત્યાર બાદ તેમાં અધકચરો ક્રશ કરેલો મસાલો નાંખીને પેનમાં એક કપ પાણી ઉમેરવું.
પાણી નાંખ્યા બાદ ગ્રેવી ખદખદે અને ઊભરો આવવા જેવું થાય એટલે પનીરના ટુકડા ઉમેરી દેવા.
પનીરના ટુકડાને 2-3 મિનિટ માટે ચઢવા દીધા બાદ ઝીણાં સમારેલાં ટામેટાં મિક્સ કરીને બરાબર હલાવી લેવું.
પછી તેમાં સિંધવ મીઠું નાખવું અને કોથમીરથી સજાવીને સર્વ કરવું.



MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %