સામગ્રી
|
|
250 ગ્રામ | પનીર |
200 ગ્રામ | ટામેટાંની ગ્રેવી |
4 | લવિંગ |
1 | તમાલપત્ર |
2-3 | ઇલાયચી (મરજિયાત) |
3-4 | મરી |
2 | ટામેટાં |
3 | લીલાં મરચાં |
1.ટી સ્પૂન | જીરું |
1 ચમચી | ઘી |
સિંધવ મીઠું |
રીત :
![]() |
પનીરના નાના ચોરસ ટુકડા કરી લેવા. ટામેટાંને પણ ઝીણાં સમારી લેવાં. |
![]() |
લીલાં મરચાંને વચ્ચેથી કાપવાં. |
![]() |
હવે પેન ગરમ કરીને તેમાં તમાલપત્ર, મરી, ઇલાયચી, જીરું વગેરે શેકી લેવા. આ મસાલો શેકાઈ જાય એટલે ઠંડો થવા દેવો. |
![]() |
મસાલો ઠંડો થઈ જાય એટલે મિક્સરમાં અધકચરો ક્રશ કરી લેવો. |
![]() |
મસાલો તૈયાર થઈ ગયા બાદ એક પેનમાં ઘી મૂકીને તેને ગરમ થવા દો, ત્યાર બાદ તેમાં આદુંની પેસ્ટ નાંખીને સાંતળો અને ત્યાર બાદ તેમાં ટામેટાંની ગ્રેવીને સાંતળી લેવી. |
![]() |
ત્યાર બાદ તેમાં અધકચરો ક્રશ કરેલો મસાલો નાંખીને પેનમાં એક કપ પાણી ઉમેરવું. |
![]() |
પાણી નાંખ્યા બાદ ગ્રેવી ખદખદે અને ઊભરો આવવા જેવું થાય એટલે પનીરના ટુકડા ઉમેરી દેવા. |
![]() |
પનીરના ટુકડાને 2-3 મિનિટ માટે ચઢવા દીધા બાદ ઝીણાં સમારેલાં ટામેટાં મિક્સ કરીને બરાબર હલાવી લેવું. |
![]() |
પછી તેમાં સિંધવ મીઠું નાખવું અને કોથમીરથી સજાવીને સર્વ કરવું. |
MP / YS
Reader's Feedback: