Home» Social Media » Tweeter Tweets» Ex miss venezuela monica spear shot dead

પૂર્વ મિસ વેનેઝુએલા મોનિકા સ્પીયર્સની ગોળી મારીને હત્યા

એજન્સી | January 08, 2014, 05:50 PM IST

કરાકસ :
દક્ષિણ અમેરિકામાં લૂટફાંટની એક ઘટનામાં લુંટારુઓએ ભૂતપૂર્વ મિસ વેનેઝુએલા મોનિકા સ્પીયર્સ અને તેના પૂર્વ પતિને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. મોનિકા પોતાની પાંચ વર્ષની દીકરી માયા અને 39 વર્ષીય પૂર્વ પતિ થોમસ હેન્રી બેરીની સાથે અમેરિકાથી રજા ગાળવા માટે વેનેઝુએલા આવી હતી.
 
29 વર્ષીય મોનિકા 2004માં મિસ વેનેઝુએલા સ્પર્ધા જીતી હતી. મોનિકા સોપ ઓપેરા અભિનેત્રી હતી. પોલિસના જણાવ્યાં પ્રમાણે મોનિકા પોતાના પૂર્વ પતિ અને પાંચ વર્ષીય દીકરી સાથે પ્યૂટોં કાબેલોથી વેલિંશિયા જતી હતી.  
 
રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ હાઈવે પર તેમની કાર ખરાબ થઈ ગઈ હતી. તે લોકો જ્યારે તેના કાર રિપેર કરતાં હતા તે તકનો લાભ લઈને લુટારુઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. વેનેઝુએલામાં સાંજના સમયે આ પ્રકારની લૂંટફાંટની ઘટના બનવી સામાન્ય બાબત છે.
 
હુમલામાં મોનિકા અને તેના પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન હુમલાખોરોએ તેની દીકરી પર પણ ગોળી છોડી હતી. સદનસીબે તેનો બચાવ થયો હતો. વધુ સારવાર અર્થે હાલમાં તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પીર્યસ ટ્વિટર પર 3,55,000 કરતાં વધુ ફોલોઅર્સ ધરાવતી હતી અને ગત સપ્તાહે તેણે વેકેશન માણતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. જે પણ ખાસ્સો લોકપ્રિય થયો હતો.
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %