Home» Humour» Humour Rumours» Effect and side effect winter

ઠંડીની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ

નિશિત પંડ્યા | December 26, 2013, 01:17 PM IST

અમદાવાદ :

ડીસેમ્બર એટલે ઠંડી...પણ ઘણા ગુજરાતી સલમાન ખાન મોઢામાં માવો ભરવી "બોસ, આપણને ઠંડી નો લાગે હોઓઓ " એવું કહી ઠંડી ના લાગવાનો દાવો કરતા હોય છે...

પણ હવે જે નથી એવું લગાડવાનો પણ એક નવો ટ્રેન્ડ આયો છે.


જેમકે,

૧-લોકો જોડે ગાડી ની  લોન ચૂકવવાના પૈસા નથી પણ એ.સી વગર ગાડીમાં નઈ ફરે...

૨-મારા જેવા નાહવાના આળસુ કપડા બદલીને બહાર આવશે અને નાહીને આયો એવા ઢોંગ કરશે...

૩-ચુંટણીમાં વિરોધ પક્ષમાં પણ બેસવા જેટલી સીટ ના મળી હોય તોય અમારી પાર્ટીનો કોઈ વાંક નથીની સફાઈ મારશે..

આતો થઇ બધી નાની-મોટી વાત...

પણ શિયાળો આવે કે ના આવે, લોકો 'શિયાળા' ને એ આઈ ગયો છે...

એમ બતાવા માટે પણ એક પણ અવસર નથી છોડતા...

જેમકે...

૧- લીલા લીલા શાકભાજીની શોધખોળ ચાલુ કરી દેસે..(ભલે ના ભાવતા હોય)

૨- આમળા લાઈને બરણીમા આથવા મૂકી દેશે...

૩- ઠંડીના લગતી હોય તો પણ એ.સી ચાલુ કરી ગોદડું ઓઢીને ઊંઘસે ...

૪- શહેરમાં ભરાતા તિબેટીયન માર્કેટ માં સ્વેટર લેવા જશે..(અથવા તિબેટીયન ને જોવા જશે) અને સૌથી હોટ ફેવરીટ(કોલ્ડ ફેવરીટ)

૫- સવારના પહોરમાં લોકોની અને પોતાની ઊંઘ બગાડી ચાલવા જશે..

સવારના  પહોરમાં તંદુરસ્તી સુધારવાનો આઈડીયા મોસ્ટ ઓફ ઘરડાઓને જ કેમ આવે છે??? એનો આઈડીયા અભિષેક ભાઈ જોડે પણ નથી...

શિયાળો આવેને સવારના પહોરમાં ગાર્ડનો ધમધમવા લાગે છે....

એમાં નાના ગાર્ડનો પણ ફાઈ જાય છે...

જેમાં વરસ દરમિયાન કોઈ 'પ્રેમી' કે 'સાદા'  પંખીડા પણ જોવા ના મળે એવા ગાર્ડનોમાં પણ લાફીંગ ક્લબના ભાવ ઉંચકાય છે...

સવારના પાંચ વાગે જોવા મળતા નજારા(અહી "નજારા" શબ્દને ખોટી રીતે નઈ લેવાનો..લોલ)

---ઘરે થી ધક્કો મારીને ચાલવા મોકલતા લોકો બાકડા ઉપર જોકા ખાતા કે લોકોનું માથું ખાતા જોવા મળશે.. આવા લોકોની વાત શેર બજારથી માંડી રામ-લીલામાં દીપિકાના કીસ સીન, અને રાજકારણ થી માંડી કામવાળાના ત્રાસ સુધી પહોચી જાય ( અને આ બ્રેક વગરની ગાડી એ ભૂલી જાય કે અત્યારે પાંચ વાગ્યા છે)

---સવારના પહોરમાં ઊંઘ બગાડી વજન ઉતારવા આવે, પણ  બહાર મળતા જ્યુસ, મગ, મસ્કાબનને મેગી, પૌંઆ ખાતા જોવા મળશે....

---ગાર્ડનમાં ચાલશે એનાથી વધારે સમય, ગાડી માટે પાર્કિંગ શોધવામાં બગાડશે..

(અરે ચાલવા જવા માટે પણ ગાડી લઈને જવાનું ??? કોણ કહે છે પેટ્રોલ ના ભાવ વધી ગયા છે ???)

---બાકડા ઉપર કપાલભાતીના નામે નાકની સર્દી સાફ કરતા જોવા મળશે...

---સાંજે કે સવારે હીચકામાં લાઈન હોવાને કારણે સવાર-સવાર મા હીચકા પ્રેમી હીચકા ખાતા જોવા મળે છે...

---અને લાફીંગ ક્લબ વાળા તો એવી રીતે હસતા હોય કે રામાનંદ સાગરની રામાયણનાં રાક્ષસ યાદ અપાઈ દે... એમને જોઈ આપણને હસું ચડી જાય એ નફામા...

મારું આ બધા ઘુવડોને એટલું કહેવું છે કે 'સવારે' ચાલવાથી સેહત સારી થાય...નહિ કે અડધી રાત્રે

(હું સવારના પાંચ વાગ્યાને અડધી રાત કહું છું)

આ ઉપરથી મારો એક મેસેજ...

શું તમે ઉદાસ થઇ ગયા છો???
તો સવાર માં વહેલા ચાલવા જાઓ...

શું તમે જીવન માં એકલા પડી ગયા છો????
તો સવાર માં વહેલા ચાલવા જાઓ....

શું તમને જીવન માં તકલીફ અનુભવો છો?????
તો સવારમાં વહેલા ચાલવા જાઓ...

અને જો ..ચાલતા ચાલતા થાકી જાઓ તો..
જોર થી એક બુમ પાડો...

"રિક્ષા"...(જો એ ઊંઘ તો હોય તો જગાડી ને ઘરે પહોચી ને ઊંઘી જાઓ)

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.27 %
નાં. હારી જશે. 19.09 %
કહીં ન શકાય. 0.64 %