લગ્નસરાની સીઝન શરૂ થઇ છે. અને લગ્નસરાની આ સીઝનમાં વરસાદી માહોલ પણ છે....અનેક જગ્યાએ વરસાદે લગ્નપ્રસંગમાં વિઘ્ન સજ્યુ... તો કેટલીક જગ્યાએ વરસાદી માહોલમાં પણ લગ્ન યોજાયા... ત્યારે અધીર અમદાવાદી જણાવી રહ્યા છે, વરસાદી માહોલમાં યોજાયેલા લગ્ન પ્રસંગની વાત.....
હવાયેલા વરરાજાનો ઠાઠ !
ભાભી પહેરે શેલા પર સ્કાર્ફ.
જેકેટ પહેરીને નાચતા કાકાઓ
ને ઠુમકા મારતા તાકાઓ !!!!
બુટ શોધતી ચાંપલી સાળીઓ અને
ન નરોવા ન નારીઓવાની તાળીઓ!
વરઘોડો ‘શિરડી વાલે સાઈબાબા’થી શરુ થઈ
‘યે દેશ હૈ વીર જવાનો કા’ થી પુરો થશે !!!!
નણંદનો નીતરતો મેકઅપ;
ને કબાબની સાથે કેચઅપ!
ફૂલોની થશે ફેંકમફેંક
ને ખુરશીની ખેંચમખેંચ
ભોજનમાં સૂપ
ઉપર આઈસ્ક્રીમનો સ્કૂપ (ચાંલ્લો વસુલ કરવાનો કે નહિ?)
એક બાજુ લગ્નવિધિ ચાલશે.
વાતોના તડાકા થશે,
ને એમાંય સાલી તડકાની ખોટ સાલશે!!!!
ને ઠરી જશે ‘અધીર’ બધુંય આજે !
એક છોકરીના ડેડીના આંસુ સિવાય !
AA/DP
Reader's Feedback: