Home» Humour» Humour Rumours» The popular cutting tea in ahmedabad gets smaller one can have it in one cap full of medicine bottle

અમદાવાદી કટિંગ ચા હવે દવા પીવાની ઢાંકણી જેટલાં નાના કપમાં..

Adhir Amdavadi | January 02, 2014, 12:23 PM IST

અમદાવાદ :

અમદાવાદીઓ કરકસર માટે જાણીતા છે. અહિં રતનપોળમાં કપડાં ખરીદવા જાવ તો વેપારી હવામાં ‘ના’ની મુદ્રામાં હાથ હલાવી ચા મંગાવે ત્યારે એ ચાની રાહમાં લોકોની ટ્રેઈન ચૂકી ગયાના દાખલાઓ છે. આવા અમદાવાદમાં રસ્તા પર મળતી અડધી ચા કટિંગ ચા તરીકે આખી દુનિયામાં ખ્યાતિ મેળવી ચૂકી છે. ચા-ખાંડ અને દુધના ભાવમા બેરોકટોક વધારાને લીધે કીટલી પર મળતી ચા મોંઘી થતી જાય છે ત્યારે વેપારીઓ ઘરાકને એજ ભાવમાં ઓછી ચા આપવા કપની સાઈઝ નાની કરતાં જાય છે.  હવે એ કપની સાઈઝ ઘટતાં ઘટતાં ચા દવા પીવાની દસ મિ.લી. સાઈઝની પ્યાલીમા મળતી થઈ ગઈ છે.

સારંગપુર પાસે કીટલી ફૂટપાથ પર વર્ષોથી કીટલી ચલાવતા શંકરજી મકનજીએ કહ્યું કે ‘હમાર પાસ બીજો કોઈ રસ્તો જ નઈ મળે’. શંકરજીના કહેવા મુજબ વેપારીઓ દુકાનમાં કામ કરતાં નોકર અને ઘરાક  માટે ચા મંગાવે છે. જો જૂની સાઈઝના કપમાં ચા આપવામાં આવે તો કટિંગ ચા પણ દસ રૂપિયાથી ઓછાં ભાવમાં પોસાય નહી. પણ દસ રૂપિયા ભાવ વેપારીઓને પોસાતો નથી. આ સંજોગોમાં કપની સાઈઝ ઘટાડવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.

આમ થવાનું બીજું એક કારણ એ પણ છે કે ચામાં પહેલેથી જ પાણી વધારે નાખવાનો રીવાજ અમદાવાદમાં પ્રચલિત છે. એટલે સુધી કે કોઈ અમદાવાદી આખા દુધની ચા પીવે તો એને પેટની તકલીફ ઊભી થાય છે. આમ, હવે દૂધનું પ્રમાણ વધું ઘટાડવું શક્ય નથી. એ જ રીતે ચા બનાવવામાં ચાના કુચા સવારે છ વાગ્યે પહેલી જગડખાની ચા બને ત્યારથી રાત્રે છેલ્લી ચા સુધી રીસાયકલ થયા કરે છે. આમ ચામાં વધું ભેળસેળ કે ઇકોનોમી શક્ય નથી. છેવટના ઉપાય તરીકે કટિંગ ચાના ભાવ વધાર્યા સિવાય કપની સાઈઝ નાની કરવાનો સાબુ, શેમ્પુ, બિસ્કીટમાં કારગત ગયેલો ઉપાય ચાની કીટલીવાળાઓએ અપનાવ્યો છે.

જોકે શું આટલી ચાથી સંતોષ થાય ખરો? એવું જયારે અમે અમદાવાદીઓને પૂછ્યું તો અરવિંદભાઈ નામના ચાના બંધાણીએ કહ્યું કે ‘મારે દિવસમાં વીસ વખત ચા જોઈએ છે, હવે દસ રૂપિયા ક્યાંથી પોસાય?’ તો બીજાં એક ચાના રસિયાએ કહ્યું કે ‘મારે તો ચાની સુગંધ જોઈએ, પછી ભલે બે ઘૂંટડા ચા હોય’. અમદાવાદીઓ જે રીતે ચાની એક ચુસકીથી સંતોષ માણી રહ્યા છે એ જોતાં ભવિષ્યમાં ચાના કપમાં અંગૂઠો બોળી ચુસવાના દસ રૂપિયા આપવાના દિવસ આવે તો નવાઈ નહી.

AA/DP

Adhir Amdavadi

Adhir Amdavadi

અધીર અમદાવાદી ગુજરાતની નવી પેઢીનાં હાસ્ય લેખક છે.

More...

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %