અમેરિકા ખાતે ભારતીય રાજદુત દેવયાની સાથે દુર્વ્યવહાર બાદ ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. અને હજુ આકરાં પગલા ભરવા સરકાર પ્રતિબદ્ધ છે એ સાબિત કરવા સરકારના વિવિધ મંત્રાલયોએ નીચે મુજબની જાહેરાતો કરી છે. આ જાહેરાતો વાંચીને અમેરિકા ચોંકી ઉઠ્યું છે અને તાત્કાલિક અસરથી આખા મામલાને દબાવી દેવા કામે લાગી ગયું છે.
• રમત ગમત મંત્રાલય: ભારત અમેરિકા સાથે ક્રિકેટ નહી રમે. આ ઉપરાંત થપ્પો, સાત તાલી, આઈસ પાઈસ, લખોટી, જેવી રમતોનો પણ બહિષ્કાર કરવામાં આવશે.
• વાણીજ્ય મંત્રાલય : ભારતમાં અમેરિકન બ્રાન્ડની આઇટમ્સ પર પ્રતિબંધ લાદશે. હવે અમેરિકન મકાઈ ભૂતકાળ બનશે. પિઝા, બર્ગર અને સેન્ડવીચ વેચતી અમેરિકન કંપનીઓને બ્રેડ કે બ્રેડ પ્રોડક્ટ્સ પર હવે સ્લાઇસ/પીસ દીઠ ૧૦૦ રૂપિયા સરકારી ટેક્સ ચૂકવવો પડશે. અડબંગ દળે આ જાહેરાતને આવકારી છે.
• સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય : ભારત અમેરિકાને મિસાઈલ ટેકનોલોજી નહી વેચે. શિવકાશી ફટાકડા એસોશિયેશને આ જાહેરાતનું ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું.
• શિક્ષણ મંત્રાલય : ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા જતાં રોકવા અમેરિકન યુનિવર્સીટીને ટક્કર મારે એવી સંસ્થાઓ ઊભી કરાશે. શરૂઆત એમ.આઈ.ટી. સ્થાપી કરવામાં આવશે. ગુજરાતની મણિભઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની નવી કોલેજ માટેની અરજીનો ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક નિકાલ.
• પ્રવાસન મંત્રાલય : અમેરિકન ટુરીસ્ટને અન્ય ટુરીસ્ટ જેવી ઘટિયા સર્વિસ આપવાનું ચાલુ રાખવામાં આવશે. અમદાવાદ રિક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશને આ જાહેરાતને વધાવી છે.
• સંરક્ષણ મંત્રાલય : અમેરિકા હાલી ઊઠે એવી ચેતવણી પાકિસ્તાનને આપવામાં આવશે. પાકિસ્તાને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
• કાયદો અને ન્યાય મંત્રાલય : કાનુન કે હાથ બહોત લંબે હે એ અમેરિકા યાદ રાખે. અમેરિકન હોય કે ઓસ્ટ્રેલિયન કાયદો કાયદાનું કામ કરશે.
• કૃષિ મંત્રાલય : ભારતીય કૃષિ પ્રોડક્ટ્સ જેવી કે તમાકુ, સોપારી, ચરસ, ગાંજો, વગેરેને અમેરિકામાં એક્સપોર્ટ કરવા ખેડૂતો માટે આકર્ષક યોજનાઓ. ચરોતર અને રાજસ્થાનમાં સરકારની આ યોજનાને બેનરો લગાવી વધાવી.
• શહેરી વિકાસ મંત્રાલય : ઉત્તરપ્રદેશના બે અલ્પ વિકસિત શહેરોના નામ બદલીને ન્યુયોર્ક અને વોશિંગટન કરી દેવામાં આવશે. ખાયાવતીનો નામ બદલવા સામે વિરોધ.
• આરોગ્ય મંત્રાલય : ભારતના કોઈ પણ નેતા કે સેલીબ્રીટી મેડીકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા નહી જાય. એક ચોક્કસ પક્ષના કાર્યકરો ચિંતામાં.
AA/DP
ભારત અમેરિકાને મિસાઇલ ટેકનોલોજી નહીં વેચે
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: