Home» Sports» Football» Dhoni play football mecth

ધોનીએ ફૂટબોલમાં હાથ અજમાવ્યો

એજન્સી | September 28, 2013, 02:01 PM IST

રાંચી : ક્રિકેટમાં પોતાનો જાદુ પાથરનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ બાદ ફૂટબોલમાં પણ હાથ અજમાવ્યો હતો. ઉપરાંત ફૂટબોલની મૈત્રી મેચમાં એક ગોલ પણ કર્યો હતો. રાંચીથી 55 કી.મી દૂર પૂર્વ ઉપમુખ્યમંત્રી સુદેશ મહતોના વિધાનસભા ક્ષેત્ર સીલીમાં 35 મિનીટની મૈત્રી મેચમાં ભાગ લીધો હતો.

સુદેશ મહતોને મળી સીલી સ્ટેડીયમમાં સ્થાનિક ફૂટબોલ એકેડમીની ટીમ સામે તેઓ રમ્યા હતા. સુદેશ મહતો એ ધોનીને જણાવ્યું કે તેના પ્રસંશકો હવે ધોની એક ઓવરમાં 6 સિક્સર મારે તેવી ઈચ્છા રાખે છે. ધોનીએ તેના પ્રતિઉત્તરમાં કહ્યું કે હજુ થોડી રાહ જોવી પડશે. ધોનીએ તાજેતરમાં સન રાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલ મેચમાં પરેરાની એક ઓવરમાં 5 સિક્સર મારી હતી. ધોની અને સુદેશ મહતોએ મૈત્રી મેચમાં એક એક ગોલ ફટકાર્યો હતો. આ મૈત્રી મેચમાં ધોનીની ટીમે વિરોધી ટીમ ને 4-1 થી હાર આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધોની ક્રિકેટ સિવાય ફૂટ બોલ ને પ્રેમ કરે છે અને સમય મળે ફૂટબોલ રમતો હોય છે.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %