Home» Business» Agriculture» Dholai port near bilimora

ડ્રેજીંગના અભાવે ધૂળ ખાતું ધોલાઇ બંદર

કેયૂર પાઠક | April 04, 2013, 07:00 PM IST

અમદાવાદ : આગામી પાંચમી એપ્રિલે નેશનલ મેરીટાઇમ ડેની ઉજવણી કરાશે. જો કે, દક્ષિણ ગુજરાતનાં બીલીમોરા નજીકના ધોલાઇ ખાતે રૂા. ૧૪ કરોડના ખર્ચે બનેલું ધોલાઇ મત્સ્યબંદરનો ડ્રેજીંગના અભાવે પૂરેપૂરો ઉપયોગ થઇ શકતો નથી. ડ્રેજીંગ અંગેની રૂા. પાંચ કરોડની ખર્ચાની ફાઇલ આજે પણ વહીવટી મંજૂરી માટે સરકારી કચેરીમાં ધૂળ ખાઇ રહી છે.

રાજ્ય સરકારે બીલીમોરા નજીકનાં ધોલાઇ ખાતે રૂા. ૧૪ કરોડના ખર્ચે મત્સ્યબંદરનું નિર્માણ કર્યું હતું. વાજતેગાજતે તેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પણ આજની તારીખે બંદર ઉપર પૂરતી સુવિધા ન હોવાથી વેપારીઓ અને માછીમારો પરેશાન થઇ રહ્યા છે.

આ બંદરને ડ્રેજીંગની પણ સમસ્યા સતાવી રહી છે. બંદરની ખાડી અને સમુદ્રના સંગમસ્થાને જો ડ્રેજીંગ કરવામાં આવે તો દરિયાઇ ઓટના સમયે પણ સાગરખેડૂઓ તેનો દરિયાઇ માલ લઇ બંદર ઉપર આવી શકે, જેથી વેપારીઓને વેચાણ કરી શકાય.

બીજી સમસ્યા બંદર સુધી પહોંચવાનો સમય ૨૩ કિલોમીટરનો ભંગાર રસ્તો પણ છે. ઉબડખાબડ રસ્તો બનાવવા માટે મેરીટાઇમ બોર્ડ એને જિલ્લા માર્ગમકાન ખાતા વચ્ચે આ રસ્તો અટવાઇ પડ્યો છે. આ રસ્તો બનાવી દેવાય તો વેપારીઓ તેના મોટા કન્ટેનરો લાવી માલની વ્યવસ્થા ખૂબ જ સહેલાઇથી કરી શકે.

ડ્રેજીંગનો મુદ્દો અને રસ્તાનો મુદ્દો આ બંદરને ખોરંભે નહીં પાડે તે માટે સ્થાનિક લોકો સંગઠિત થઇ ઉચ્ચસ્તરે રજૂઆતો કરવાનું વિચારી રહ્યા છે. ડ્રેજીંગ માટે રૂા. પાંચ કરોડના અંદાજીત ખર્ચની  ફાઇલ વહીવટી મંજૂરી માટે સરકારી કચેરીઓમા ધૂળ ખાઇ રહી છે. પણ તેનું નિરાકરણ આવ્યું નથી. જો ધોલાઈ બંદરની મરામત થાય અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તો મોટા વહાણો જેટી સુધી લંગારી શકાશે. આ સાથે કારોબાર ને પણ વેગવંતો બનાવી શકાશે. તંત્ર આ અંગા ગંભીરતાપૂર્વક વિચારે એવી વ્યાપક લોકમાંગ ઊઠી રહી છે.

KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.39 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %