વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં યુજીસી દ્વારા ચાલતા સેન્ટર ઓફ હ્યુમન સ્ટડીઝને મહિલા સંલગ્ન સમસ્યાઓના વિશ્લેષણ તેમજ સંશોધન દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં સક્રિય કરવાનો આજે નિર્ણય લેવાયો છે. સેન્ટરની એડવાઈઝરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં સમગ્ર અભિયાનનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
અર્થશાસ્ત્ર વિભાગના વડા શ્રીનિવાસ રાવને ડાયરેક્ટર તરીકે વધારાની જવાબદારી આપી યુનિર્વિસટીમાં યુજીસી દ્વારા કાર્યરત સેન્ટર ઓફ હ્યુમન સ્ટડીઝને મહિલા સશક્તિકરણની દિશામાં સક્રિય કરવા એડવાઈઝરી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
બેઠક અંગે શ્રીનિવાસ રાવના જણાવ્યા મુજબ સેન્ટર ઓફ હ્યુમન સ્ટડીઝ દ્વારા આજની બેઠકમાં મહિલા તેમજ જાતિય વિષયો આધારિત વિશ્લેષણો તેમજ સંશોધનો કરવા રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. સેન્ટર આ દિશામાં આગામી દિવસોમાં વિવિધ એનજીઓ, લિગલ એડવાઈઝર્સને સાથે રાખી સ્કુલ, કોલેજોમાં સેમિનાર કરવા સાથે વિવિધ સમસ્યાઓ પર વિશ્લેષણ કરશે.
આ પ્રયાસો દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં શક્ય કામગીરી સેન્ટર દ્વારા કરવામાં આવશે. મહિલાઓને વિવિધ વિગતો તેમજ સમસ્યાના સમાધાન હાથવગા થાય તે માટે વેબસાઈટ પણ તૈયાર કરવાનું આયોજન થયું છે.
CP/RP
Reader's Feedback: