વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીમાં સિન્ડિકેટ અને સેનેટ બેઠકની મોસમ વચ્ચે વાતાવરણ ગરમાયું છે.જેમા યુનિર્વિસટીની કાર્યપ્રણાલી અને હોદ્દેદારો સામે ભડાશ કાઢવા માટે નેટર્વિંકગ સાઇટનો સહારો લેવામાં આવી રહ્યો છે.
આજના આધુનીક જમાનામા જે તે તંત્ર, રાજનૈતિક પાર્ટી કે શાસક પક્ષ સામે રોષ ઠાલવવા માટે સોશિયલ નેટર્વિંકગ સાઇટનો મહત્તમ ઉપયોગ કરાઇ છે. ખાસ કરીને યુવાનો આક્રોશ ઠાલવવા નેટર્વિંકગ સાઇટનો ઉપયોગ કરે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીના કેસમાં કાંઇક આવું જ બની રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ તો ઠીક, પણ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો પણ નેટર્વિંકગ સાઇટ થકી રોષ ઠાલવી રહ્યા છે. જોકે, યુનિર્વિસટીના કિસ્સામાં સેનેટ અને સિન્ડિકેટ સભ્યો યુનિર્વિસટી વિરુદ્ધ કોઇ પ્રકારની પર્સનલ કમેન્ટ કરવાનું ટાળી રહ્યા છે. તેની જગ્યાએ યુનિર્વિસટીની કાર્યપ્રણાલી, હોદ્દેદારોની વિરુદ્ધમાં અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલોને કાપીને નેટર્વિંકગ સાઇટ પર મૂકવામાં આવી રહ્યા છે. નેટર્વિંકગ સાઇટ પર મૂકવામાં આવેલા આ કટિંગ પર વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે.
છેલ્લા એક મહિનામાં કોમ્યુનિટી પેજ પર થયેલી અપડેટ પર નજર કરીએ તો, ૭૦ ટકા અહેવાલ કે કમેન્ટ યુનિર્વિસટીની કાર્યપદ્ધતિ કે યુનિર્વિસટીના કુલપતિ વિરુદ્ધની છે. જે અંતર્ગત સેનેટ કે સિન્ડિકેટ સભ્યો દ્વારા મૂકવામાં આવેલા અહેવાલો પર વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે. તેમજ આવા અહેવાલોમાં વિદ્યાર્થીઓને આન્સરબુક ન આપવાનો કિસ્સો, ઘંટનાદનો કાર્યક્રમ, યુનિર્વિસટી એ ગ્રેડને લાયક નથી જેવા મુદ્દાઓ મુખ્ય છે.
CP/RP
Reader's Feedback: