Home» Sports» Cricket» Cris gyale becomes the first batsman completing 6000 runs in t20

ટી20 ક્રિકેટમાં ગેલનો વધુ એક રેકોર્ડ

એજન્સી | April 29, 2014, 02:05 PM IST

દુબઈ :

  ક્રિકેટની ફટાફટ આવૃતિ ટી20નું નામ પડે અને તેમાં પણ ક્રિસ ગેલનું નામ હોય તો કોઈ રેકોર્ડ જ હશે તેમ માનવામાં આવે છે. ક્રિકેટ પ્રેમીઓની આ ધારણા ખોટી પણ નથી. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટ ઓપનર ક્રિસ ગેલે આઈપીએલની સાતમી સિઝનમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી પોતાની પહેલી મેચ રમતી વખતે જ એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. ટી20 ક્રિકેટમાં 6000 રન બનાવનાર તે વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે.

આઈપીએલની શરૂઆતમાં ઈજાગ્રસ્ત હોવાના કારણે ગેલ શરૂઆતની ચાર મેચ રમી શક્યો નહોતો. ગઈકાલે જ્યારે તે કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમવા ઉતર્યો ત્યારે ગ્લેન મેક્સવેલની ઓવરમાં શરૂઆતના ત્રણ બોલમાં જે તેણે આ સીમાચિહ્ન નોંધાવી દીધુ હતું.

આ પહેલાં ગેલને આ પડાવ સુધી પહોંચવા માટે માત્ર 8 રનની જરૂર હતી. મેક્સવેલની ઓવરમાં શરૂઆતના બે બોલ પર ચોગ્ગા અને છેલ્લા બે બોલ પર સિક્સ ફટકારીને તેણે પોતાની આક્રમકતાનો પરિચય આપી દીધો હતો. તે વધુ આક્રમક બને તે પહેલાં જ સંદીપ શર્માએ તેને બોલ્ડ કરી દીધો હતો. આ રીતે ગેલના નામે 165 મેચમાં 6012 રન બનાવવાનો વિક્રમ છે. જેમાં 11 સદી અને 39 અર્ધ સદીનો પણ સમાવેશ થાય છે. ટી20માં ગેલ બાદ સૌથી વધુ રન ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોજે બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા હોજે 218 મેચમાં 5985 રન નોંઘાવ્યા છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %