ફ્રાન્સનાં વિદેશ મંત્રીએ કહ્યુ કે યૂક્રેનને લઇને તણાવ અને ક્રીમિયામાં રશિયાની ઘૂસણખોરી વચ્ચે જી8 દેશોએ રશિયાએ જી8 દેશોનાં ગ્રુપમાંથી સસપેન્ડ કર્યુ છે. જી8 ગ્રુપના અન્ય સભ્યોએ જી9 સંમેલનની તૈયારીઓને પહેલાથી સમાપ્ત કરી દીધી, જે આ વર્ષે જૂનમાં રશિયામાં યોજાવાનું હતુ.
ફ્રાન્સનાં વિદેશ મંત્રી લોરેન્ટ ફૈબિયસે કહ્યુ કે જી8 બાબતે અમે રશિયાને ભાગ લેવાથી ઇનકાર કર્યો છે. જેનો અર્થ એમ છે કે અન્ય તમામ 7 દેશ રશિયા વિના બેઠક કરશે. જો કે વધુમાં તેમણે કહ્યુ કે યૂક્રેન સંકટ હોવા છતા રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન ફ્રાન્સમાં ડી.દિવસનાં સમારોહમાં 6 જૂન આમંત્રિત છે. ફૈબિયસે કહ્યુ કે પુતિન આમંત્રિત છે. અને હાલમાં તેઓ આમંત્રિત રહેશે.
ક્રાઇમિયા રશિયાનો હિસ્સો: પુતિન
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યુ કે ક્રાઇમિયા હંમેશાથી રશિયાનો હિસ્સો રહ્યુ છે. પુતિને રશિયન સંસદનાં વિશેષ સત્રને સંબોંધિત કરતા કહ્યુ કે લોકોનાં દિલમાં ક્રાઇમિયા હંમેશા રશિયાનો હિસ્સો રહ્યુ છે. ક્રેમલિનમાં સંસદમાં વિશેષ સત્રમાં પુતિને સાંસદોને આગ્રહ કર્યો કે તેઓ ક્રાઇમિયાનાં યૂક્રેનથી અલગ થવા અને રશિયામાં જોડાવા માટે સમર્થન કરે.
નોંધનીય છે કે રશિયાને જી8 દેશોમાંથી સસપેન્ડ કરવું અને પુતિનનું નિવેદન યુક્રેન મુદ્દેનો તણાવ વધારી શકે છે.
DP
Reader's Feedback: