Home» Women» Cooking» Corn coriander soup

સ્પાઇસી કોર્ન-કોરિએન્ડર સૂપ

જીજીએન ટીમ દ્વારા | September 07, 2012, 05:42 PM IST

અમદાવાદ :
સામગ્રી
1 કપ મકાઇના દાણા બાફેલા
½ કપ ઝીણી સમારેલી ફણસી
1 ટી.સ્પૂન ઝીણા સમારેલા ધાણા
2 નંગ લીલાં મરચાં ઝીણાં સમારેલાં
1 ચમચી ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર
1 લીબું
1 તજ
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર પૂરતું


રીત :
 

મકાઇના દાણાને બાફી લેવા. મકાઈને પંદરથી વીસ મિનિટ માટે પાણીમાં ઉકાળશો તો તે સરળતાથી બફાઈ જશે.
એક ઊંડી તપેલીમાં 3 કપ પાણી મૂકીને મકાઇના દાણા બાફતા હો તે વખતે ગેસ બંધ કરવાની થોડીવાર પહેલાં તેમાં ઝીણી સમારેલી ફણસી પણ નાખી દેવી, તેથી તે પણ ઉકળી જાય.
ત્યાર બાદ તેને બરાબર હલાવીને તેમાં મીઠું નાખવું. તમે જો ઘટ્ટ સૂપ બનાવવા માંગતા હો તો
એકાદ કપ જેટલું પાણી બળી જાય ત્યાર પછી તેમાં કોર્નફ્લોર કે ચોખાનો લોટ મિક્સ કરી લેવો.
કોર્નફ્લોર કે ચોખાનો લોટ નાંખતા પહેલાં તે લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને પછી નાંખવો.
હવે કડાઇમાં તેલ ગરમ કરીને તેમાં ઝીણાં સમારેલાં મરચાં નાખવાં. ત્યાર બાદ તેમાં તજના નાના ટુકડા કરીને બે ત્રણ ટુકડા તજ નાંખીને વઘાર તૈયાર કરવો.
હવે તેમાં સૂપનું મિશ્રણ રેડીને થોડીવાર માટે બરાબર ઉકળવા દેવું.
જ્યારે સૂપ બરાબર ઘટ્ટ થઇને એકસરસ થઈ જાય ત્યારે તેને આંચ પરથી ઉતારીને કોથમીર ભભરાવીને સર્વ કરવો.


નોંધ :

આ સૂપની ખાસિયત જ લીલાં મરચાં તથા તજનો વઘાર છે. ચોમાસાની સિઝનમાં કે ઠંડીની ઋતુમાં આવો ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવશે.

લીલી ડુંગળી કે લીલા લસણની સિઝન હોય તો તે પણ આ સૂપમાં નાંખી શકાય.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %