સામગ્રી
|
|
1 કપ | મકાઇના દાણા બાફેલા |
½ કપ | ઝીણી સમારેલી ફણસી |
1 ટી.સ્પૂન | ઝીણા સમારેલા ધાણા |
2 નંગ | લીલાં મરચાં ઝીણાં સમારેલાં |
1 ચમચી | ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર |
1 | લીબું |
1 | તજ |
મીઠું સ્વાદ મુજબ | |
તેલ જરૂર પૂરતું |
રીત :
![]() |
મકાઇના દાણાને બાફી લેવા. મકાઈને પંદરથી વીસ મિનિટ માટે પાણીમાં ઉકાળશો તો તે સરળતાથી બફાઈ જશે. |
![]() |
એક ઊંડી તપેલીમાં 3 કપ પાણી મૂકીને મકાઇના દાણા બાફતા હો તે વખતે ગેસ બંધ કરવાની થોડીવાર પહેલાં તેમાં ઝીણી સમારેલી ફણસી પણ નાખી દેવી, તેથી તે પણ ઉકળી જાય. |
![]() |
ત્યાર બાદ તેને બરાબર હલાવીને તેમાં મીઠું નાખવું. તમે જો ઘટ્ટ સૂપ બનાવવા માંગતા હો તો |
![]() |
એકાદ કપ જેટલું પાણી બળી જાય ત્યાર પછી તેમાં કોર્નફ્લોર કે ચોખાનો લોટ મિક્સ કરી લેવો. |
![]() |
કોર્નફ્લોર કે ચોખાનો લોટ નાંખતા પહેલાં તે લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને પછી નાંખવો. |
![]() |
હવે કડાઇમાં તેલ ગરમ કરીને તેમાં ઝીણાં સમારેલાં મરચાં નાખવાં. ત્યાર બાદ તેમાં તજના નાના ટુકડા કરીને બે ત્રણ ટુકડા તજ નાંખીને વઘાર તૈયાર કરવો. |
![]() |
હવે તેમાં સૂપનું મિશ્રણ રેડીને થોડીવાર માટે બરાબર ઉકળવા દેવું. |
![]() |
જ્યારે સૂપ બરાબર ઘટ્ટ થઇને એકસરસ થઈ જાય ત્યારે તેને આંચ પરથી ઉતારીને કોથમીર ભભરાવીને સર્વ કરવો. |
નોંધ :
આ સૂપની ખાસિયત જ લીલાં મરચાં તથા તજનો વઘાર છે. ચોમાસાની સિઝનમાં કે ઠંડીની ઋતુમાં આવો ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવશે.
લીલી ડુંગળી કે લીલા લસણની સિઝન હોય તો તે પણ આ સૂપમાં નાંખી શકાય.
MP / YS
Reader's Feedback: