“ભારત એ એક એવો દેશ છે કે જ્યાં વસતા લોકો જ નહીં પણ ભારતમાં આવતા લોકો પણ આઝાદીનો અનુભવ કરે છે. આમ છતાં આઝાદીનાં ૬૭ વર્ષ પછી પણ, આપણે માનવસર્જીત બુનિયાદી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. ગરીબી, પ્રદૂષણ અને શિક્ષણનો અભાવ તથા કેટલેક અંશે માનવ અધિકારોનો અભાવ જેવી સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ. જો આપણે આ સમસ્યાઓના કોઈ ઉપાયો શોધી શકીએ તો આપણે વિશ્વની સોથી મહાન લોકશાહી બની શકીએ તેમ છીએ.”‘સસુરાલ સિમર કા’ની રોલી, અવિકા ગોર
“હું આ દિવસે મારી કોલેજમાં ઉજવાતા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો હિસ્સો બનતાં આનંદ અનુભવું છું. હું સામાન્ય રીતે ધ્વજવંદનમાં અચૂક જાઉં છું, અને દેશભક્તિનાં ગીતો ગાઉં છું. મને એ દિવસો યાદ છે જ્યારે અમે શાળામાં આઝાદીની લડતને આવરી લેતુ રૂપક રજૂ કર્યું હતું.”
‘સસુરાલ સિમર કા’ની સિમર, દિપિકા સેમસન
“હું દેશભક્તિની ભાવના અનુભવું છું. રોમાંચની આ ભાવના આ દિવસ નજીક આવે તેમ પ્રબળ બનતી જાય છે. મારા પિતા લશ્કરમાંથી આવતા હોવાને કારણે મારા માટે આ દિવસ વિશિષ્ટ છે. મેં તેમને પાસેથી આઝાદી અંગેની ઘણી વાતો સાંભળી છે. અમે ઘરનાં બધાં ભેગાં થઈ આ ઉત્સવ ઉજવીએ છીએ. હું સામાન્ય રીતે ધ્વજવંદન કરીને આ દિવસનો પ્રારંભ કરૂ છું.”‘સંસ્કાર-ધરોહર અપનોં કી’નો જય એટલે કે જય સોની
“આ સ્વાતંત્ર્ય દિવસે આપણે સૌએ સભાન અને જવાબદાર નાગરિક બનવાનું વચન લેવું જોઈએ. આપણે ભ્રષ્ટાચાર, મહિલાઓ સાથેનું વર્તન, અસમાનતા વગેરે જેવાં સમાજનાં તમામ દૂષણો સામે લડવાની ભાવના કેળવવી જોઈએ. માત્ર ફરિયાદ કરવાથી કોઈ સવાલનો ઉકેલ મળતો નથી. જો આપણે ન્યાય માટે લડત આપીશું તો આપણે સાચા અર્થમાં સ્વતંત્ર કહેવાશું. સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ...”
‘બાલિકા વધૂ’ના શિવ, સિદ્ધાર્થ શુક્લા
“સ્વાતંત્ર્ય દિન એ ઘણો મહત્વનો દિવસ છે. આ દિવસે આપણે આઝાદી માટે બલિદાન આપનારા લોકોને યાદ કરીએ છીએ. આપણે ઘણી વાર આપણા શહીદોને ભૂલી જતા હોઈએ છીએ. આ દિવસ આપણને તેમને સલામ કરવાની તક પૂરી પાડે છે.”‘મધુબાલા-એક ઈશ્ક એક ઝૂનૂન’ની મધુ અને ‘ઝલક દિખલા જા’ની સ્પર્ધક દૃષ્ટિ ધામી
“મને યાદ છે કે અમે શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. ખાસ કરીને આઝાદી અંગેનાં નાટકો અને નૃત્યોમાં. આઝાદીના લડવૈયાઓએ કેવો સંઘર્ષ કર્યો હતો તે દર્શાવા અમે પ્રયાસ કરતા હતા. મને યાદ છે કે મને ક્રાંતિકારીઓ તથા આઝાદીના લડવૈયાઓ અંગેનાં પુસ્તકો વાંચવાં ખૂબ જ ગમતાં. આ વરસે ‘ઝલક દિખલા જા’ મારફતે હું વંદે માતરમ્ અંગે ખાસ કાર્યક્રમ રજૂ કરીશ.”
‘બાલિકાવધૂ’ની આનંદી, તોરલ રાસપુત્રા
“જ્યારે મહિલાઓ પરની તમામ પ્રકારની હિંસા અને પજવણી બંધ થશે તે દિવસ મારા માટે આઝાદીનો દિવસ ગણાશે હું દરેક મહિલાને વિનંતી કરૂં છું કે તેમના અધિકારો માટે અડગ રહીને લડત આપે. હું અન્ય લોકોને શિક્ષિત કરવામાં પણ માનું છું અને સૌને આઝાદી દિનના મુબારકબાદ પાઠવું છું.”‘ઉતરન’ની મીઠી, ટીના દત્તા
“સ્વાતંત્ર્ય દિનના રોજ મને હંમેશા મારા દેશ માટે ગૌરવ અને પ્રેમ ઉપજે છે. હું શાળામાં આ દિવસે હંમેશાં પરેડમાં ભાગ લેતી હતી. હું આ દેશની નાગરિક છું તેનું અને દેશની સિદ્ધિઓનું મને ગૌરવ છે.”
‘મધુબાલા-એક ઈશ્ક એક ઝૂનૂન’નો વિવિયન દેસના ઉર્ફે આર.કે.
“સૈનિક સ્કૂલમાં હોવાને કારણે અમે આ દિવસે ગણી બધી પ્રવૃત્તિઓ કરતા હતા. ધ્વજવંદન અને પરેડ ઉપરાંત આ દિવસે હું દરેક ઉજવણીમાં ભાગ લેતો હતો. આ દિવસ મારામાં ગૌરવની ભાવના ભરી દેતો હોવાથી તે મને ખૂબ ગમે છે. હું આજે પણ આવી ઉજવણીમાં સામેલ થવા પ્રયાસ કરૂ છું અને દેશ માટેની મારી ભાવના વ્યક્ત કરૂં છું.”
MPB / KP



















Reader's Feedback: