Home» Women» Cooking» Chocolate samosa

ચોકલેટ સમોસાં

જીજીએન ટીમ દ્વારા | September 04, 2012, 11:29 AM IST

અમદાવાદ :
સામગ્રી
1 કપ મેંદો
1 ટે.સ્પૂન તેલ મોણ માટે
1 ટે.સ્પૂન બેકિંગ પાઉડર
¾ કપ ચોકલેટ પીસેલી અથવા છીણેલી
¼ કપ ક્રીમ અથવા તો ફીણેલી મલાઈ
2 ટે.સ્પૂન કાજુની કતરણ
ચપટી મીઠું
તળવા માટે તેલ


રીત :
 

સૌથી પહેલાં મેંદામાં મોણ, મીઠું, બેકિંગ પાઉડર નાખીને બધુ બરાબર મિક્સ કરવું.
ત્યાર બાદ લોટમાં પ્રમાણસર પાણી નાંખીને વધુ નરમ નહીં અને વધુ કઠણ નહીં તેવો લોટ બાંધી લેવો.
લોટને ઢાંકીને એકાદ કલાક માટે રહેવા દેવો.
   
પૂરણ માટે
ફ્રેશ ક્રીમ અથવા મલાઇને ધીમાં તાપે ગેસ પર તાપ આપીને ઓગાળો અને તેને સતત હલાવતાં રહો.
પછી તેમાં ચોકલેટ પાઉડર અથવા તો છીણેલી ચોકલેટ અને કાજુના ટુકડા નાંખી દેવા.
ધીરે ધીરે આ મિશ્રણ થોડું ઘટ્ટ થતું જશે. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને મિશ્રણને ઠંડું થવા દેવું.
મિશ્રણ ઠંડું થાય એટલે તેને બાઉલમાં ભરીને ફ્રિજમાં ઠંડું થવા માટે મૂકવું.
જ્યારે સમોસાં બનાવવા હોય ત્યારે  લોટના પ્રમાણસરનાં ગુલ્લાં કરીને વણી લેવા. દરેક ગોળ રોટલીને વચ્ચેથી કાપીને બે ભાગ કરવા.
એક ભાગને ત્રિકોણ વાળીને તેમાં ચોકલેટવાળું પૂરણ ભરવું અને સમોસું વાળીને બરાબર બંધ કરવું. આ રીતે બધાં જ સમોસા તૈયાર કરવા.
સમોસાં તૈયાર થઈ જાય એટલે તેલ મૂકીને મધ્યમ આંચે સોનેરી રંગના તળાવા દેવા.
બધાં સમોસાં તળીને િકચન પેપર પર મૂકવા જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
સમોસાંને કાપુચીનો ક્રીમ સોસ અથવા તો ચોકલેટ સોસ સાથે સર્વ કરવા.


નોંધ :

તૈયાર સમોસાં પટ્ટીનો ઉપયોગ પણ કરી શકાય.

તમને ગમતાં અન્ય ડ્રાયફૂટને અધકચરા ક્રશ કરીને તેનો ઉપયોગ પણ કરી શકાય.


MP / YS

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %