સામગ્રી
|
|
1 કપ | મેંદો |
1 ટે.સ્પૂન | તેલ મોણ માટે |
1 ટે.સ્પૂન | બેકિંગ પાઉડર |
¾ કપ | ચોકલેટ પીસેલી અથવા છીણેલી |
¼ કપ | ક્રીમ અથવા તો ફીણેલી મલાઈ |
2 ટે.સ્પૂન | કાજુની કતરણ |
ચપટી મીઠું | |
તળવા માટે તેલ |
રીત :
![]() |
સૌથી પહેલાં મેંદામાં મોણ, મીઠું, બેકિંગ પાઉડર નાખીને બધુ બરાબર મિક્સ કરવું. |
![]() |
ત્યાર બાદ લોટમાં પ્રમાણસર પાણી નાંખીને વધુ નરમ નહીં અને વધુ કઠણ નહીં તેવો લોટ બાંધી લેવો. |
![]() |
લોટને ઢાંકીને એકાદ કલાક માટે રહેવા દેવો. |
પૂરણ માટે | |
![]() |
ફ્રેશ ક્રીમ અથવા મલાઇને ધીમાં તાપે ગેસ પર તાપ આપીને ઓગાળો અને તેને સતત હલાવતાં રહો. |
![]() |
પછી તેમાં ચોકલેટ પાઉડર અથવા તો છીણેલી ચોકલેટ અને કાજુના ટુકડા નાંખી દેવા. |
![]() |
ધીરે ધીરે આ મિશ્રણ થોડું ઘટ્ટ થતું જશે. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને મિશ્રણને ઠંડું થવા દેવું. |
![]() |
મિશ્રણ ઠંડું થાય એટલે તેને બાઉલમાં ભરીને ફ્રિજમાં ઠંડું થવા માટે મૂકવું. |
![]() |
જ્યારે સમોસાં બનાવવા હોય ત્યારે લોટના પ્રમાણસરનાં ગુલ્લાં કરીને વણી લેવા. દરેક ગોળ રોટલીને વચ્ચેથી કાપીને બે ભાગ કરવા. |
![]() |
એક ભાગને ત્રિકોણ વાળીને તેમાં ચોકલેટવાળું પૂરણ ભરવું અને સમોસું વાળીને બરાબર બંધ કરવું. આ રીતે બધાં જ સમોસા તૈયાર કરવા. |
![]() |
સમોસાં તૈયાર થઈ જાય એટલે તેલ મૂકીને મધ્યમ આંચે સોનેરી રંગના તળાવા દેવા. |
![]() |
બધાં સમોસાં તળીને િકચન પેપર પર મૂકવા જેથી વધારાનું તેલ શોષાઈ જાય. |
![]() |
સમોસાંને કાપુચીનો ક્રીમ સોસ અથવા તો ચોકલેટ સોસ સાથે સર્વ કરવા. |
નોંધ :
તૈયાર સમોસાં પટ્ટીનો ઉપયોગ પણ કરી શકાય.
તમને ગમતાં અન્ય ડ્રાયફૂટને અધકચરા ક્રશ કરીને તેનો ઉપયોગ પણ કરી શકાય.
MP / YS
Reader's Feedback: