સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલનો જન્મોત્સવ ચેટીચંડ અને નુતન વર્ષની ઉજવણી ચૈત્ર સુદ બીજ એટલે કે આજે ઉલ્લાસભેર કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા શહેરભરમાં ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના જંકશન વિસ્તારમાં આવેલ સિંધી મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર વિસ્તારને વિવિધ શણગારો કરવામાં આવ્યા છે. સિંધી સાગરમાંથી પ્રગટ થનાર નસરપુરમાં અવતાર ધારણ કરનાર હિંદુ ધર્મના મહાન રક્ષકના જન્મોત્સવની ઉજવણી અર્થે શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.
આજે શહેરભરમાં ભક્તિ સંગીતના કાર્યક્રમો , પ્રસાદ વિતરણ , ઝુલેલાલની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ઝૂલેલાલ જયંતીની ઉજવણી માટે સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
JJ/RP
Reader's Feedback: