સામગ્રી
250 ગ્રામ ગાજર
1 નાની ઝૂડી કોથમીર
બે ટેબલ સ્પૂન બટર
2 તમાલપત્ર
1 ટીસ્પૂન મરીનો પાઉડર
1 ડુંગળી ઝીણી સમારેલી
6-8 કળી લસણ ઝીણું સમારેલું
½ સફેદ મરીનો પાઉડર
મીઠું જરૂર મુજબ
રીત
તાજી કોથમીરને ચૂંટીને તેને પાણીમાં નાખીને ઉકાળી લો. ગાજરને પણ ટુકડા કરીને બાફી લેવા.
પેન લઇને તેમાં બટર ઓગાળો, ત્યાર બાદ તેમાં કાળાં મરી, ઝીણી સમારેલી ડુંગળી, લસણને નાંખીને થોડીવાર સાંતળો.
પછી તેમાં બાફેલા ગાજર અને કોથમીર ઉમેરી દેવા. આ મિશ્રણને ધીમા તાપે ખદખદવા દેવું
સૂપ ઘટ્ટ હોય તો થોડું પાણી નાંખીને તેને હલાવતાં રહો.
જ્યારે સૂપ બની રહે ત્યારે તેમાં મરીનો પાઉડર તથા મીઠું નાંખીને બરાબર હલાવી લેવું.
સૂપ તૈયાર થઈ જાય એટલે તાજી કોથમીરથી સજાવીને ગરમાગરમ સૂપ સર્વ કરવો.
MP/DT
Reader's Feedback: