આલિયા ભટ્ટ અને અર્જૂન કપૂરની ફિલ્મ ટૂ સ્ટેટ્સ સુપરહિટ થવાની રાહ પર છે. ચેતન ભગતની નૉવેલ પર આધારિત આ ફિલ્મે પ્રથમ વિકેન્ડમાં 38.06 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મનાં લૉ – બજેટને જોતા ફિલ્મ બ્લૉકબસ્ટર હિટ થવાનો સંકેત આપે છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ મુજબ ટૂ સ્ટેટ્સને આઇપીએલ સીઝન શરૂ થઇ હોવા છતા પણ શુક્રવારે સારુ ઓપનિંગ મળ્યુ. ફિલ્મે પ્રથમ દિવસે 12.42 કરોડ, શનિવારે 12.13 કરોડ અને રવિવારે 13.51 કરોડ રૂપિયાની કમાણી કરી.
DP
Reader's Feedback: