ફિલ્મ – 2 સ્ટેટ્સ
કલાકાર – અર્જુન કપૂર, આલિયા ભટ્ટ, રોનિત રૉય, રેવતી, અમૃતા સિંહ
નિર્માતા – કરણ જોહર, સાજિદ નડિયાદવાલા
નિર્દેશક – અભિષેક વર્મન
ગીત – અમિતાભ ભટ્ટાચાર્ય
સંગીત – શંકર, અહસાન, લૉય
રેટિંગ – 4/5
અર્જૂન કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 2 સ્ટેટ્સ આજે રિલીઝ થઇ. ફિલ્મ ચેતન ભગતની નોવેલ 2 સ્ટેટ્સ – ધ સ્ટોરી ઑફ માય મેરેજ પર આધારિત છે. જો કે 2 સ્ટેટ્સનો પ્રચાર એક રોમેન્ટિક કૉમેડીનાં રૂપમાં કરવામાં આવ્યો. પણ કૉમેડી સાથે ફિલ્મમાં ભાવનાત્મક અને ગંભીર દ્રશ્યો તમારા દિલને સ્પર્શી જશે.
બૉલિવુડમાં 80નાં દશમાં બ્લૉકબસ્ટર ફિલ્મ એક દૂજે કે લિયેમાં ઉત્તર અને દક્ષિણનાં કપલ વચ્ચે પ્રેમ દર્શાવાવમાં આવ્યો, પણ તે ફિલ્મનો અંતે ખૂબ જ દુખ:દ અને ફિલ્મી હતો. જ્યારે આ ફિલ્મમાં મજેદાર છે.
સ્ટોરી
પંજાબી પરિવારનાં કૃષ મલ્હોત્રા ( અર્જુન કપૂર ) અને તમિલ પરિવારની અનન્યા ( આલિયા ભટ્ટ ) મેનેજમેન્ટ કૉલેજમાં સાથે ભણે છે. બંને વચ્ચે પ્રેમ થાય છે, અને તેઓ લગ્નનો નિર્ણય કરે છે. બંને પરિવારની પરવાનગી બાદ લગ્ન કરવા માંગે છે. ન્યૂ જનરેશનનાં કૃષ અને અનન્યાનું માનવુ છે કે તેમના પરિવાર તેમના આ નિર્ણયમાં તેમનો સાથ આપશે. પણ પ્રેમથી લગ્ન સુધીનો સફર પસાર કરવામાં એવી મુશ્કેલી આવે છે, જે બાબતે તેમણે ક્યારેય વિચાર્યુ નહોતુ. અને કઇ રીતે બંનેનો પ્રેમ લગ્નની મંઝીલ સુધી પહોંચે છે, તે 2 સ્ટેટ્સમાં શાનદાર રીતે દર્શાવાયુ છે.
નિર્દેશક અભિષેક વર્મને શાનદાર કામ કર્યુ છે. ખાસ કરીને કાસ્ટિંગ સુપર્બ છે. પંજાબી માઁનાં રોલમાં અમૃતા સિંહ અને તમિલ માઁનાં રૂપમાં રેવતીની પસંદગી વિશેષ છે. પિતાનાં રૂપમાં રોનિત રોય અને શિવે કમાલનો અભિનય કર્યો છે. આ લવ સ્ટોરીમાં પારિવારિક સંબંધો બહુ સુંદર રીતે દર્શાવાયા છે.
ફિલ્મનું સંગીત મઝેદાર છે. ફિલ્મનાં માહોલમાં તમામ ગીત યોગ્ય સમયે આવે છે. અને ગીતોનું ફિલ્માંકન પણ સરસ છે. અર્જુન કપૂરનું આ અત્યારસુધીનું શ્રેષ્ઠ પર્ફોમન્સ છે. જ્યારે આલિયાનો હાઇવે ફિલ્મ બાદ 2 સ્ટેટ્સમાં દક્ષિણ ભારતીય યુવતીનો રોલ બખૂબી નિભાવ્યો છે.
DP
Reader's Feedback: