સામગ્રી
|
|
1 કપ | જવ |
½ કપ | શેકેલી સિંગ |
1 | કાકડી |
2 | ટામેટાં |
1 ટે.સ્પૂન | લીબુનો રસ |
4 પાન | કોબીનાં |
મીઠું સ્વાદ મુજબ | |
અડધો કપ | ઝીણી સમારેલી કોથમીર |
5-6 | મરી ક્રશ કરેલાં |
રીત :
![]() |
જવનું સલાડ બનાવવા માટે તેને ત્રણ કપ પાણીમાં છ કલાક પલાળી રાખો. |
![]() |
જ્યારે સલાડ બનાવવાની શરૂઆત કરો ત્યારે જવમાંથી પાણી નિતારીને તેને કૂકરમાં પાણી તથા મીઠું નાંખીને બાફી લેવા. |
![]() |
જવ બફાઈ જાય એટલે તેમાંથી પાણી નિતારીને તેને ઠંડાં થવા દેવા. |
![]() |
જવ ઠંડા થઈ જાય એટલે એક મોટા બાઉલમાં કાકડી અને ટામોટું સમારવું. કાકડી તથા ટામેટું સમારતી વખતે એ ધ્યાન રાખવું કે જો તમે ટામેટું ગોળ સમાર્યું હોય તો કાકડી પણ ગોળ જ સમારવી. |
![]() |
કાકડી અને ટામેટામાં જવ મિક્સ કરીને તેમાં મીઠું, મરીનો ભૂકો, લીબુનો રસ મિક્સ કરીને સલાડ બરાબર હલાવી લેવું અને કોથમીર ભભરાવીને સલાડ સર્વ કરવું. |
![]() |
સલાડ અન્ય એક રીતે પણ બનાવી શકાય છે. એક મોટી પ્લેટ લઇ તેમાં કોબીનાં પાન ગોઠવીને તેમાં સલાડ સર્વ કરી શકાય છે. |
MP / YS
Reader's Feedback: