
મલેશિયાથી બેંગ્લોર જતી મલેશિયન એર લાઈન્સનાં વિમાન MH192 રવિવારે રાત્રે ઉડાન ભર્યાનાં તત્કાલિક પાછુ ફરી ગયું હતું. લેન્ડિંગના ગિયરમાં ટેક્નિકલ ખામીને કારણે તે પાછુ વાળવામાં આવ્યું હતું. આ વિમાનમાં 166 લોકો મુસાફરી કરી રહ્યા હતાં.
આ ટેકનીકલ ખામીની બાબતમાં જાણ થયા પછી ભારતીય મુસાફરોના પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. ફ્લાઈટ MH 192 મોડી રાતે 1:56 વાગ્યે કુઆલાલમ્પુરમાં સુરક્ષિત રીતે ઉતરી ગયું, ત્યારે જઈને ભારતીય યાત્રીઓના પરિવારના લોકોને રાહત થઈ હતી. આ ઉડાન રાતે 11.45 વાગ્યે બેંગ્લોર પહોંચી હતી. મલેશિયા એરલાઈન્સના તરફથી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ફ્લાઈટ એમ એચ 192 1:56 વાગ્યે સુરક્ષિત લેન્ડ કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે હજી સવા મહિના પૂર્વ જ કુઆલાલંપુરથી મલેશિયા જતું એમએચ370 પ્લેન ગૂમ થયું છે. તેમાં 259 યાત્રીઓ હતાં. સધન તપાસ છતાં હજી સુધી તેની કોઈ જ માહિતી મળી નથી. આ ઘટનાનાં આટલાં ઓછા સમયગાળામાં મલેશિયાની અન્ય એક ફ્લાઈટની ઈમર્જન્સી લેન્ડિંગ કરાતા લોકોનાં જીવ તાળવેં ચોટ્યાં હતા.
PK
Reader's Feedback: