Home» Gujarat» Saurashtra Kutch» Bachuada ashram at mandal kundala

માંડણકુંડલા આશ્રમના પૂજય મહંત બચુઅદા

દેવાંગ ભોજાણી | August 06, 2012, 07:19 PM IST

ગોંડલ : સંતો-મહંતોની ભૂમિ ગણાતાં સૌરાષ્ટ્રના ગોંડલ સિમાડાની સમીપે આવેલ માંડણ કુંડલા ગામનાં પૂજ્ય બ્રહ્મર્ષી બચુઅદા દ્વારા જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી ત્યાંજ જન ઉપયોગ માટે અન્નક્ષેત્ર, ધર્મશાળા, ગૌશાળા, જયોતિષાલય, ચિકિત્સાલય, બાલમંદિર તેમજ સંસ્કૃત પાઠશાળા સહિત સેવાકીય જયોત જલાવી કર્મભૂમિ તપોભૂમિ બની જઇ વિશ્વભરમાં પ્રસિધ્ધી થઇ ગઇ છે.

 

ગોંડલ શહેરથી 15 કિલોમીટર દૂર માંડણ-કુંડલા ગામે પ્રભાશંકર ભટ્ટને ત્યાં 1926માં શ્રાવણ સુદ સાતમનાં સોમવારે “બ્રહ્મર્ષિ બચુઅદા”નો જન્મ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માંડણ-કુંડલામાં મેળવ્યું હતું. ત્યારબાદનું શિક્ષણ ગોંડલમાં લીધું. તેમના પિતાનું અવસાન બાદ પરિવારની જવાબદારી તેમના પર આવી જતાં પિતાનો વ્યવસાય તેમણે સંભાળી લીધો હતો.

 

13 વર્ષની વયે તેમના લગ્ન થઇ ગયા હતા. તેમના પરિવારમાં બે પુત્ર, બે પુત્રીઓનો સમાવેશ થાય છે. બાળપણથી જ ભગવાનમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં બચુઅદાને ગુરૂની પ્રેરણા થતાં 1966માં લિંબડી સ્પીનીંગ મીલની ટેકનીકલ એડવાઇઝર તરીકેની નોકરી છોડી દઇ ગાયત્રી ઉપાસનાનો પ્રારંભ કર્યો હતો.

 

પ્રેરણારૂપ જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવવાં માંડણ કુંડલા આવી ગયા હતા. શરૂઆતમાં નદીનાં કાંઠે પતરાનાં ઓછાયા હેઠળ હનુમાનજીનું મંદિર બનાવી તેને શ્રી મણિધર હનુમાનજીનું નામકરણ કરી 1973માં સેવા કાર્યોનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ હનુમાનજી મંદિરનાં જિર્ણોધ્ધાર કર્યા બાદ શ્રી બિલેશ્વર મહાદેવ, શ્રી નર્મદેશ્વર મહાદેવ, શ્રી ગાયત્રી માતાજી મંદીર, શ્રી યજ્ઞશાળા અખંડ અગ્નિ નિત્ય યજ્ઞ જેવા વિવિધ મંદિરોની સ્થાપના આ જગ્યા પર કરી હતી.

 

માંડણ આશ્રમની સેવાકિય પ્રવૃત્તિઓની જયોત વિશ્વભરમાં પ્રજ્વલીત થઇ જતાં મણિધર હનુમાજી આશ્રમ ટ્રસ્ટ, ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ સંસ્થાઓનો મુખ્ય હેતુ માનવસેવા – પશુસેવા હોય અન્નક્ષેત્ર, ધર્મશાળા, ગૌશાળા, જયોતિષાલય, ચિકિત્સાલય, બાલમંદિર, સંસ્કૃત પાઠશાળા તેમજ પીવાના પાણીની પરબની સ્થાપનાઓ ક્રમશ કરવામાં આવી હતી.

 

માંડણ આશ્રમમાં દર્શને આવતાં ભાવિક ભક્તોને કોઇપણ ભેદભાવ વગર ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. યાત્રીકોને વિના મૂલ્યે રહેવા માટે અહીં ધર્મશાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બનાવેલ ગૌશાળામાં 60થી પણ વધુ ગાયોનો નિભાવ થાય છે.

 

આ ગૌશાળાની ગાયોના દુધને વહેંચવામાં આવતું નથી પણ દર્શને આવતાં યાત્રીકોની ચા તેમજ પાઠશાળામાં ભણતાં વિદ્યાર્થીઓને ભોજનમાં દુધ પિરસવામાં આવે છે. અહીંયા બનાવેલ ચિકિત્સાલયનું નામ ગાયત્રીમાતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

 

ડોકટરો દ્વારા ત્યાં વિના મૂલ્યે દર્દીઓને સારવાર આપવામાં આવે છે. સંસ્થા દ્વારા માંડણ-કુંડલા ગામમાં ગાયત્રી બાલ મંદિરના નામે બાલમંદિર ચલાવવામાં આવે છે જયાં વિના મૂલ્યે બાળકોને શિક્ષણ સાથે નાસ્તો પણ આપવામાં આવે છે.

 

બ્રાહ્મણ બટુકોને સંસ્કૃત અને કર્મકાંડનું સંપૂર્ણ જ્ઞાન મળી રહે તે માટે 1992માં શ્રી ગાયત્રી સંસ્કૃત પાઠશાળાની સ્થાપનાં બ્રહ્મર્ષિ બચુઅદા દ્વારા કરવામાં આવી હતી.  જેમાં આજે પણ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે અભ્યાસ સાથે વસ્ત્રો, પુસ્તકો તથા છાત્રાલયમાં રહેવાની સુવિધા અપાઇ છે. બે વર્ષના અભ્યાસ બાદ શાસ્ત્રની ડીગ્રીનું સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે.

 

યજ્ઞ-યજ્ઞાદી, જન્મ થી મૃત્યુ સુધીની સારા-નરસા તમામ કર્મકાન્ડોનો અભ્યાસ બ્રહ્મ બટુકોને કરાવવામાં આવે છે. આ પાઠશાળામાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂકયા છે.

 

બ્રહ્મર્ષિ બચુઅદા દ્વારા શ્રી મણિધર હનુમાનજીનાં મંદિરનાં નિર્માણ બાદ પ્રથમ જયોતિષ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 1973માં પડેલા દુષ્કાળ સમયે સંસ્થા દ્વારા શ્રમીકોને મજુરી મળી રહે તે માટે મોળિયા રોડથી માંડણ કુંડલા રસ્તા સુધીમાં બાંધકામનું કામ આપવામાં આવતું હતું. હાલ આ રોડ સરકારે કરી ડામર રોડ બનાવી આપ્યો છે.

 

માંડણ ગામ પાસે આવેલ નદી ઉપર 300 ફુટનો ક્રોઝ વે આશ્રમના ખર્ચે બંધાવી આપવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ આજે પણ થઇ રહ્યો છે. આશ્રમમાં ચાલતાં અન્ન ક્ષેત્ર માટે જરૂરી લાડુ, મોહનથાળ, ચવાણું, સેવ-ગાંઠીયાની ખરીદી ગામમાંથી જ કરી ગામલોકોની સેવા સાથે ઉધ્ધાર કરવાનું હોય પૂ. બચુઅદાને ગામલોકો સદ્દગુરૂ-માર્ગદર્શક તરીકે બોલાવે છે.

 

માંડણ કુંડલા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં અને ગોંડલ રહેતા દામજીભાઇ છેલ્લા 34 વર્ષથી બચુઅદાની સામે રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે. પૂજય બચુઅદાનાં મોટા દિકરા ભરતભાઇ રાજકોટ રહેવાની સાતે આશ્રમમની સેવામાં જ જોડોયાલે છે. જયારે નાના દીકરા મહેશભાઇ ગોંડલમાં આયુર્વેદીક સેન્ટર ચલાવી રહ્યા છે. બન્ને દીકરીઓ ગોંડલમાં જ પોતાના સાસરે છે.

 

શ્રી મણિધર હનુમાનજીનાં ગર્ભાગૃહમાં આદિ હનુમાનજીની બન્ને બાજુ કાળ ભૈરવ-બટકુ ભૈરવ બિરાજ માન છે. નર્મદેશ્વર મહાદેવજી મંદિરની શિવલીંગ રાજકોટ સ્ટેટ મનોહરસિંહજીને ત્યાંથી આવતાં 1974માં મંદિરની સ્થાપના થઇ હતી.

 

DB/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.00 %
નાં. હારી જશે. 20.36 %
કહીં ન શકાય. 0.64 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots