રાજકોટ ખાતે આજે નેશનલ લેવલનો ગ્લોબલ વોર્મિંગ ને લાગતો સેમીનાર યોજાયો હતો. જેમાં પર્યાવરણ ને લગતી વિવિધ માહિતીઓ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.પર્યાવરણ જાગૃતિ અંગેના આ સેમિનારમાં 600 જેટલા ડેલીગેટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
રાજકોટની જસાણી કોલેજ અને ગુજરાત જિઓગ્રફિકલ એસોસિયેશન અમદાવાના સંયુક્ત ઉપક્રમે યુજીસી ની સહાયતાથી વાતાવરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુસર નેશનલ લેવલનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં તજજ્ઞો દ્વારા પર્યાવરણ ઉપર માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં 600 જેટલા ડેલીગેટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને પર્યાવરણ અંગે માહિતીઓ મેળવી હતી.
સેમિનારનો મુખ્ય હેતુ દેશના પર્યાવરણને સુધારવાનો હતો. આ સેમિનારમાં વિવિધ તજજ્ઞો દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ , ગ્લોબલ વોર્મિંગ , પર્યાવરણ જાળવણી માટે શું કરવું , પ્રદુષણ કંટ્રોલ , પાણીનો બચાવ કઈ રીતે કરવો , જંગલને ગાઢ કઈરીતે બનાવવા , વૃક્ષોને કઈ રીતે જાળવવા સહિતના વિવિધ 22 મુદે માહિતીઓ આપવામાં આવી હતી. જેથી ગરીબ અને પછાત લોકોને જાણકારી આપીને પર્યાવરણ ને બચાવવાની કામગીરી કરવામાં આવશે.
JJ/RP
Reader's Feedback: