કેલિફોર્નિયામાં અકસ્માતની પરંપરા ચાલુ રહેવા પામી છે. ફેડએક્સ ટ્રેકટર અને બસ વચ્ચે થયેલા અક્સમાતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હોવાનું સત્તાધીશઓએ જણાવ્યું હતું. માર્યા ગયેલા લોકો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હતા, જેઓ કોલેજની મુલાકાતે જતા હતા.
વાહન ટકરાતાં જ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા અને આગના ગોટેગોટા ઉઠવા લાગ્યા હતા. જેના કારણે સમગ્ર આકાશ ધૂવાડાના ગોટાથી છવાઈ ગયું હતું. ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચીને તરત જ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી દીધો હતો. મહામેહનતે આગ પર કાબુ મેળવ્યા બાદ મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ પોલીસના જણાવ્યા અનુસાર ટ્રેકટર-ટ્રેલર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં બંને ડ્રાયવરો પણ માર્યા ગયા હતા. મૃતકોમાં બસમાં સવાર અન્ય સાત લોકોનો પણ સમાવેશ થતો હતો. અમેરિકા સમય પ્રમાણે સાંજે 5.30 કલાકે આ ઘટના બની હતી.
બસમાં સવાર 36 કે 37 લોકોને આગની જવાળાના કારણે ઈજા થઈ હતી. જેમાં કેટલાંકને હાથ-પગમાં ફ્રેકચર, માથામાં ઈજાનો સમાવેશ થાય છે. ભોગ બનેલા મોટાભાગના લોકો તરૂણ બાળકો હતો. જે પણ લોકો બચી ગયા હતા તેમને આઘાત લાગ્યો હતો.
MP
Reader's Feedback: