Home» Gujarat» Saurashtra Kutch» Art competition at gondal

ગોંડલમાં કલાગુરુને ‘ચિત્રાંજલિ’

જીજીએન ટીમ દ્વારા | August 01, 2013, 01:40 PM IST

ગોંડલ : ગોંડલ શહેરના કલાપ્રેમી ચિત્રકલાકારો દ્વારા કલાગુરુ રવિશંકર રાવલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ગોંડલના કલારસિકોએ જન્મજયંતિની ઉજવણી ચિત્રસ્પર્ધાના આયોજન દ્વારા કરીને તેમને ‘ચિત્રાંજલિ’ આપવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. ગોંડલની મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં આ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાની શરૂઆતમાં સ્વ. રવિશંકર રાવલને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

આ ‘ચિત્રાંજલિ’ ચિત્રસ્પર્ધામાં ભાગ લેનાર તથા વિજેતા થનાર વિદ્યાર્થીનીઓને ભેટ તથા ઇનામ આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને ગોંડલના ચિત્રકારો ભરતભાઈ, મુનીરબાપુ, કિશોરભાઈ સોલંકી, પ્રતિક્ષાબેન, રમણિકભાઈ તથા પ્રકૃતિપ્રેમી હિતેષ દવેએ સફળ બનાવ્યો હતો અને વિદ્યાર્થીનીઓની ચિત્રકલાની પ્રશંસા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

DB / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.00 %
નાં. હારી જશે. 20.36 %
કહીં ન શકાય. 0.64 %