મંગળવારે ઈન્ડિયન મુઝાહિદ્દીન (આઈએમ)નાં બે આંતકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.રવિવારના રોજ પોલીસને ચકમો આપી ભાગી છૂટેલ આતંકી બરકત અલીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થવા પામી છે. પકડાયેલ આતંકી બરકત અલી ઈન્ડિયન મુજાહિદ્દીનનાં આતંકવાદી મોહમ્મદ સાકિબ અંસારીનો સહયોગી છે. જેની જોધપુરથી ધરપકડ થવા પામી છે, તો બીજી તરફ દિલ્હી પોલીસે પટનામાં નરેન્દ્ર મોદીની રેલીમાં બ્લાસ્ટનાં માસ્ટર માંઈન્ડ અને તહસીન અખ્તરની ધરપકડ કરી છે.
જોધપુર પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ જોધપુરમાં તબ્બકાવાર બ્લાસ્ટ કરવાના હતા. આ ઘટનાને અંજામ આપવા માટે વકાસને જોધપુર પહોંચવાનું હતુ.મળતી માહિતી મુજબ, આજે સવારે અલીના ઘરે પહોંચવાની બાતમી મળી હતી. જેને પગલે પોલીસે તેના ઘરને ચારે બાજૂથી હતું અને તેની ધરપકડ કરી હતી.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસને તેના ઘરેથી નકશા અને બોમ બનાવટની રીત સંદર્ભે માહિતી ધરાવતી ડાયરી હાથ લાગી છે.
ઉલ્લેખનીય છે કે જોધપુરમાં પહેલા પણ અલગ અલગ આતંકી સંગઠનો સક્રિય હોવાની ઘટનાઓ સામે આવી છે. એટીએસએ પાંચ વર્ષ પહેલા પણ સીમીના ત્રણ સભ્યોની જયપુર બ્લાસ્ટના સંદર્ભે ધરપકડ કરી હતી.
પટના રેલી બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ ઝડપાયો
દિલ્હી પોલીસે પટનામાં નરેન્દ્ર મોદીની રેલીમાં બ્લાસ્ટનાં માસ્ટર માંઈન્ડ અને તહસીન અખ્તરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તહસીનની ધરપકડ બિહાર સ્થિત નેપાળ સીમા પાસે કરી છે. માનવામાં આવે છે કે તે પાકિસ્તાન ભાગવાની તૈયારી કરી રહ્યો હતો.
RP
Reader's Feedback: