એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 2જી કૌંભાડમાં 19 લોકો વિરુધ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં 9 કંપનીઓનાં નામ છે. ચાર્જશીટમાં પૂર્વ કેન્દ્રિય પ્રધાન એ.રાજા, કનીમોઝી અને કરુણાનીધીની પત્ની દયાલુ અમ્મલ, શાહિદ બલવા, વિનોદ ગોયનકા, રાજીવ અગ્રવાલ, કરીમ મોરાની, શરદ કુમાર અને બી અમૃતમનો સમાવેશ થાય છે.
આ મામલે આગામી સુનાવણી 30 એપ્રિલે થશે. ચાર્જશીટમાં સ્વાન ટેલિકૉમ, કુશેગાંવ રિયલ્ટી, સિનેયુગ મીડીયા, ક્લૈગનાર ટીવી, ડાયનમિક્સ રિયલ્ટી, એવરસ્માઇલ કસ્ટ્રક્શનનો સમાવેશ થાય છે.
તમામ આરોપીઓ વિરુધ્ધ પ્રીવેન્શન ઑફ મની લૉન્ડ્રિગ એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં દોષિત સાબિત થાય તો 7 વર્ષથી લઇને આજીવન કેદની સજાની જોગવાઇ છે.
DP
Reader's Feedback: