ચરોતર પંથકના આણંદ ઔધોગિક એકમોમાં કુશળ કારીગરોની ખોટ હોય ત્યાં વિપુલ પ્રમાણમાં આઈ.ટી.આઈ પાસ યુવાનોની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. જે પગલે જિલ્લા રોજગાર અધિકારી એસ.આર.વિજયવર્ગિયએ વાસદ,પલાણા, ઉત્તરસંડાથી આઈ.ટી.આઈનું જે તે શાખામાં શિક્ષણ લઈને તૈયાર થયા હોય તે તેમામને જે તે આઈ.ટી.આઈ ખાતે રજીસ્ટ્રેશન કરાવાનું જણાવી દેવામાં આવ્યું છે. જેથી વિધાર્થીઓનો રેકોર્ડ બનાવી શકાય. અને ઔધોગિક એકમોની જરૂરિયાત અનુસાર યોગ્ય ઉમેદવારને તક મળી શકે.
આ ઉપરાંત આઈ.ટી.આઈ પાસ વિધાર્થીઓ જેને હજુ કોઈ રોજગારી મળી ન હોય તે લોકો આઈ.ટી.આઈ વાસદના પ્લેશમેન્ટ એડવાઈઝરી બ્યુરો એ.એમ.પટેલ, પલાણામાં જે.જે ડાભી અને ઉત્તરસંડામાં મેહુલભાઈનો સંપર્ક કરીને વધારે માહિતી મેળવી શકે છે.
RP
Reader's Feedback: