ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસમખાસ અને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી અમિત શાહે થોડા દિવસો અગાઉ પશ્ચિમ ઉત્તર પ્રદેશમા એક સભા દરમ્યાન વિવાદીત ભાષણ કર્યું હતું. જેને લઈને રવિવારે બીજનોરમાં તેમની સામે કેસ દાખલ કરાયો હતો અને તે સાથે ચૂંટણી પંચે પણ તેમને નોટીસ પાઠવીને જવાબ માગ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચને પ્રથમ નજરે આચાર સંહિતાનો ભંગનો મામલો લાગે છે.
જોકે અમિત શાહે પોતાની અટકાયત થતી રોકવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી દીધી છે. જેમાં તેમણે કહ્યું છે કે તેમની સામે લાગેલા આરોપ અપ્રાસંગિક છે. કોર્ટે ચૂંટણી પંચ પાસેથી સીડી માંગી છે. અને હવે આ મામલે ગુરૂવારે સુનાવણી થશે.
અમિત શાહની સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ભડકાવનારા ભાષણ બાદ ઈમરાન મસૂદની અટકાયત થઈ શકે તો અમિત શાહની કેમ નહીં. વિરોધી પાર્ટી તરફથી અમિત શાહની ધરપકડ થાય તેવી માંગણી ઉઠી રહી છે ત્યારે અમિત શાહે પોતાને બચાવા માટે રસ્તો બનાવી રહ્યાં છે જેને લઈને હાઈકોર્ટની શરણે પહોંચી ગયા છે.
મુઝફ્ફરનગરના રાઝર ગામ ખાતે અને બીજનૌર ખાતે અમિત શાહે ભાષણ કર્યુ હતું .જેમાં તેમણે લોકોને પોતાનો બદલો લેવા અને ઈજ્જતની રક્ષા કરવાની વાત કહી હતી. તદ્દઉપરાંત તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં અપમાનનો બદલો લેવાનો અને જેણે અન્યાય કર્યો છે તેને સબક શીખવવાનો સમય આવી ચૂક્યો છે.
RP
Reader's Feedback: