અમેરિકામાં અનેક ઠેકાણે ભારે હિમપાત થઈ રહ્યો છે. જે દરમ્યાન ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં હાલત ઘણી નાજૂક બની જવા પામી છે. પ્રશાસને બધાને ઘરમાં રહેવાની સલાહ આપી છે. વાતાવરણમાં આવી ગયેલા પલટાને કારણે ત્રણ હજાર હવાઈયાત્રાઓ રદ્દ થવા પામી છે.
ન્યૂયોર્કમાં 400થી વધારે હવાઈ યાત્રાઓ રદ્દ થઈ છે. તો અનેક હવાઈ યાત્રાઓમાં વિલંબ નોંધાઈ રહ્યો છે. બૂસ્ટન અને અન્ય ઠેકાણે એક ફૂટથી વધારે બરફના થર જામી ગયા છે. અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીને કારણે લોકો ત્રાહીમામ પોંકારી ઉઠ્યાં છે.
સ્થિતિને સમજીને ન્યૂયોર્ક અન ન્યૂજર્સી પ્રશાસને આપાત સ્થિતિ લાગુ કરી દીધી છે. દેશના ઉત્તર હિસ્સામાં વાતાવરણના ખરાબ હોવાથી અનેક હવાઈ યાત્રાઓ રદ્દ થવા પામી છે. ન્યૂયોર્કના ગવર્નર એંડ્રૂ કંપાએ લોકોને સતર્ક રહેવાનું અને ઘરોની બહાર ન જવાની સલાહ આપી છે.
તેમણે કહ્યું કે ઠંડા પવન અને ભારે હિમપાતને કારણે અનેક ઠેકાણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કાતિલ ઠંડી પડવાને કારણે પ્રવાસ કરવો કઠણ સાબિત થઈ રહ્યો છે. જેથી પર્યટકો પોતાના ઠેકાણે પરત ફરી રહ્યાં છે. જેને કારણે પ્રવાસન ક્ષેત્રને માઠી અસર પહોંચી છે. ન્યૂજર્સી અને કૂમોમાં શુક્રવારે ભારે હિમપાત પછી સરકારી આવાસની ઘોષણા કરવામાં આવી હતી.
RP
Reader's Feedback: