ગત રવિવારે અરવિંદ કેજરીવાલે હરિયાળામાં રોહતક ખાતે જનસભાને સંબોધી હતી. જેમાં કેજરીવાલે અંબાણી ભાઈઓને નિશાને લેતા કહ્યું હતું કે તેમની પાસે સ્વિત્ઝરલૅન્ડની બેંકના બે ખાતા નંબરો છે જેમાં બન્ને અંબાણી ભાઈના રૂપિયા જમા છે. જે સાથે તેમણે લોકો સમક્ષ આ ખાતા નંબર પણ ઉજાગર કર્યા હતા.
જેના જવાબમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું કે કંપની અને તેમના ચેરમેન મુકેશ અંબાણીનું દુનિયામાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદે ખાતું નથી.
આ ઉપરાંત કંપનીએ કહ્યું કે તેના કારોબારી વ્યવહાર અનેક દેશો સાથે સંકળાયેલો છે. અને કારોબાર હજારો કરોડો રૂપિયાનો છે. જે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવડ દેવડ થાય છે. જેમાં ખાતામાં નિયમોનું પાલન થાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટીઝના મતે અંગત સ્વાર્થી તત્વોએ ઉપસાવ્યા હોવાને કારણે પાર્ટી નેતાએ આ પ્રકારનો આરોપ લગાવી રહ્યાં છે.
RP
Reader's Feedback: