સામગ્રી
|
|
200 ગ્રામ | મેંદો (2 કપ જેટલો) |
1.1/2 ટી.સ્પૂન | બેકિંગ પાઉડર |
150 ગ્રામ | બદામ |
200 ગ્રામ | દળેલી ખાંડ |
2 ટે.સ્પૂન | દૂધ |
રીત :
![]() |
મેંદો અને બેકિંગ પાઉડર મિક્સ કરી લો. ત્યાર બાદ 20-25 બદામ સાઇડમાં રાખીને બાકીની બધી જ બદામ ક્રશ કરી લેવી. |
![]() |
બાકી બચેલી બદામને અડધો કલાક માટે હૂંફાળા પાણીમાં રાખી મૂકો. અડધો કલાક બાદ પાણીમાંથી બદામ કાઢીને તેના બે ટુકડા કરી લેવા. |
![]() |
એક મોટી પેનમાં માખણ કાઢો અને તેને ધીમી આંચે ઓગાળી લો. પછી તેમાં દળેલી ખાંડ નાંખીને બરાબર ફીણી લેવું. |
![]() |
માખણ તથા ખાંડના મિશ્રણને બરાબર ફેંટ્યા બાદ તેમાં મેંદો ઉમેરો. મેંદો ઉમેર્યા બાદ મિશ્રણને એકરસ કરી નાંખો. ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી બદામ અને દૂધ નાંખીને બધું જ બરાબર મિક્સ કરીને લોટ બાંધી લેવો. |
![]() |
હવે બિસ્કિટની ટ્રે પર ઘી લગાવી લેવું. બિસ્કિટના મિશ્રણના લોટમાંથી થોડું થોડું મિશ્રણ લઇને હાથેથી થેપીને ગોળ કરી લેવું. |
![]() |
ગોળ કર્યા બાદ કૂકીઝની વચ્ચે અડધી કાપેલી બદામનું એક ફાડિયું સહેજ દબાવીને મૂકી દેવું. આ રીતે ધીમે ધીમે બધા જ કૂકીઝ તૈયાર કરી લેવા. |
![]() |
ત્યાર બાદ ઓવનને 180 ડિગ્રી સેલ્શિયસ પર ગરમ કરવું અને કૂકીઝવાળી ટ્રેને ઓવનમાં મૂકીને 15 મિનિટ સુધી બેક થવા દેવી. |
![]() |
15 મિનિટ બાદ આલ્મંડ કૂકીઝને ઓવનમાંથી કાઢી લેવી. જ્યારે ટ્રે ઠંડી થાય ત્યારે કૂકીઝ સાચવીને ઉખાડી લેવી. |
![]() |
ત્યાર બાદ કૂકીઝને એરટાઇટ ડબામાં ભરી લેવી. |
![]() |
ચા કે દૂધ સાથે અથવા તો સ્કૂલના નાસ્તામાં બાળકોને ઘરની બનેલી પૌષ્ટિક કૂકીઝ આપી શકાય છે. |
નોંધ : બદામની સાથે તમને ગમતાં અન્ય સૂકામેવાનો ભૂકો પણ આમાં મિક્સ કરી શકો છો.
MP / YS
Reader's Feedback: