Home» International» Rest of The World» Algerian army plane crashes dozens dead one survivor

અલ્‍જેરિયામાં વિમાન દુર્ઘટનામાં 77નાં મોત

એજન્સી | February 12, 2014, 07:16 PM IST

અલ્જેરિયા :
ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. કઈંક આવું જ અલ્જેરિયામાં તુટી પડેલા વિમાનમાંથી ચમત્કારીક રીતે બચી ગયેલા માત્ર એક વ્યક્તિ સાથે થયું હતું. અલ્‍જેરીયામાં એરફોર્સનું એક માલવાહક વિમાન ધ હરક્યુલસ C-130 દુર્ઘટનાગ્રસ્‍ત થતા 77 લોકોના મોત થયા હતા અને માત્ર એક મુસાફરનો ચમત્‍કારીક બચાવ થયો હતો.  એરફોર્સનું આ વિમાન પૂર્વીય અલ્‍જેરિયાના ઓઉમ એલ બોઉગી પ્રાંતમાં દુર્ઘટના ગ્રસ્‍ત થયું હતું.
 
સમાચાર એજન્‍સી સિહુઆના અહેવાલો પ્રમાણે અલ્‍જેરિયાના કોંસ્‍ટેનટાઇમ એરપોર્ટના એક ટ્રાફિક રૂમમાં અકસ્‍માત પૂર્વે સી 130 હરક્‍યૂલસ વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને વિમાનમાં સવાર તમામ  લોકોના મોત થયા હતા. અખબાર ‘અલ વતન'માં પ્રકાશિત અહેવાલો પ્રમાણે, વિમાન દક્ષિણી અલ્‍જેરિયાના તામેનરાસેટથી પૂર્વીય અલ્‍જેરિયા સ્‍થિત કોંસ્‍ટેનટાઇન એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. વિમાનમાં સવાર મોટા ભાગના સૈનિક પરિવારો હતા. ખરાબ હવામાન અને હિમ વર્ષાને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્‍ત થયું હોવાનું જાણવા મળ્‍યું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %